• Gujarati News
  • National
  • વ્યાજ આધારીત શેર્સમાં ધોવાણ, સેન્સેક્સ 205 ડાઉન

વ્યાજ આધારીત શેર્સમાં ધોવાણ, સેન્સેક્સ 205 ડાઉન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિફ્ટીએ 10100ની સપાટી ગુમાવી, મેટલ્સ, ટેલિકોમ, ઓટો શેર્સમાં પણ પીછેહઠ જોવા મળી

ટેકનોલોજી, આઇટી તેમજ સ્મોલ-મિડકેપમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે વેલ્યૂબાઇંગ જારી રહ્યું હતું.

બેન્કેક્સ379 પોઇન્ટ ડાઉન: આરબીઆઇએરેપોરેટ યથાવત જાળવી રાખવા સાથે વ્યાજદર ઘટાડવાની જવાબદારી બેન્કો ઉપર છોડતાં બેન્ક શેર્સમાં આજે સાર્વત્રિક ધોવાણ જોવાયું હતું. બીઓબી 2.27 ટકા, પીએનબી 2.24 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.96 ટકા અને એચડીએફસી બેન્ક 1.14 ટકા ઘટ્યા હતા.

ફાઇનાન્સકંપનીઓના શેર્સ પણ ભરડામાં: ફાઇનાન્સકંપનીઓના શેર્સમાં પણ આરબીઆઇ ઇફેક્ટ જોવા મળી હતી. તે અનુસાર મુથુટ ફાઇનાન્સ 4.65 ટકા, મન્નાપુરમ 2.67 ટકા, એમએફએસએલ 2.48 ટકા અને ટીએફસીઆઇએલ 2.38 ટકા સુધી ઘટ્યા હતા.

કેપિટલગુડ્સ ઇન્ડેક્સ 199 પોઇન્ટ ઘટ્યો: કેપિટલઇન્ડેક્સ 198.93 પોઇન્ટ ઘટી 18023.46 પોઇન્ટ બંધ રહ્યો હતો. બીઇએમએલ 3.70 ટકા, સિમેન્સ 3.14 ટકા, સીજી પાવર 2.43 ટકા, બીઇએલ 1.65 ટકા, ફાઇ. કેબલ 1.47 ટકા અને લાર્સન 1.43 ટકા સુધી ઘટ્યા હતા.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની માત્ર 5 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી રિલાયન્સ 1.76 ટકા સુધરી રૂ. 927.50ની સપાટીએ બંધ રહ્યો હતો. મારૂતિ 1.23 ટકા, એચયુએલ 1.05 ટકા અને ઇન્ફોસિસ 0.61 ટકા સુધર્યા હતા. સામે સન ફાર્મા 2.31 ટકા તૂટી રૂ. 511.55, સ્ટેટ બેન્ક 2.21 ટકા ઘટી રૂ. 312.35ની સપાટીએ રહ્યા હતા. બેન્ક, ઓટો, ઓઇલ અને ટેલિકોમ શેર્સમાં પણ સાર્વત્રિક ઘટાડો રહ્યો હતો.

ડોલરસામે રૂપિયો 14 પૈસા નરમ: ફોરેક્સમાર્કેટમાં ડોલર સામે રૂપિયો 14 પૈસાની નરમાઇ સાથે રૂ. 64.52ની સપાટીએ રહ્યો હતો. અન્ય કરન્સી સામે જોકે રૂપિયામાં સ્થિરતાથી ધીમો સુધારો રહ્યો હતો.

વૈશ્વિકશેરબજારોમાં પણ નરમાઇનો માહોલ: વૈશ્વિકશેરબજારોમાં યુએસ માર્કેટ્સની પાછળ સાધારણ ઘટાડાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. બપોર પછી ખુલેલા યુરોપિયન બજારોમાં પણ સાર્વત્રિક ઘટાડાની ચાલ હતી.

માર્કેટબ્રેડ્થનેગેટિવ, FIIની 1218 કરોડની વેચવાલી : બીએસઇખાતે કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા ઘટી 2799ની રહી હતી. તે પૈકી 964 સ્ક્રીપ્સમાં સુધારા સામે 1680 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ કોન્સોલિડેશનમાંથી કરેકશન તરફ બની રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 1217.92 કરોડની નેટ વેચવાલી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 995.11 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

આરકોમ 4 ટકા તૂટ્યો

કંપની બંધ ઘટાડો

આરકોમ10.78-4.94

ટીટીએમએલ6.53-2.97

આઇટીઆઇ133.50-2.24

ઇન્ફ્રાટેલ369.60-2.24

મેટલ્સ ઇન્ડેક્સ -277

કંપની બંધ ઘટાડો

જિંદાલસ્ટીલ 158.65-3.91

હિન્દાલકો231.70-3.38

હિન્દઝીંક 286.05-3.10

સેઇલ75.90-3.00

^ યુએસ અને વૈશ્વિક શેરબજારોની સાથે આપણાં બજારોનો તાલમેલ મળી રહ્યો હોય તેમ આરબીઆઇના સ્ટેટસ ક્વોના કારણે નિફ્ટી 10050ની સપાટી ઇન્ટ્રા-ડે જાળવવામાં નિષ્ફળ ગયો છે. આજના કરેકશનમાં નિફ્ટીએ 10044 પોઇન્ટની બે માસની નીચી સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર છેલ્લા કેટલાંક મહિનાઓમાં લોઅર ટોપ લોઅર બોટમ બનાવ્યું છે. તે જોતાં નિફ્ટી ફોર ડિજિટ (10000ની નીચે) ક્યારે દર્શાવે છે. 10076-10104 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ સપાટી ગણી શકાય. > સમિતચૌહાણ, એન્જલબ્રોકીંગ

નિફ્ટી 10000ની સપાટી તોડે તેવી દહેશત

અન્ય સમાચારો પણ છે...