• Gujarati News
  • National
  • મનસુખ સામે 10.86 લાખની ઠગાઇનો વધુ એક ગુનો દાખલ

મનસુખ સામે 10.86 લાખની ઠગાઇનો વધુ એક ગુનો દાખલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના રહીશની 5 સામે ફરિયાદ

જામનગરનાલૈયાના વિદ્યાર્થીને એમ.બી.બી.એસમાં પ્રવેશ અાપવા માટે સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન મનસુખ શાહ અને તેના પુત્ર દીક્ષિતે રૂા. 10.86 લાખ લીધા બાદ વિદ્યાર્થીને સરકારી કોલેજમાં એડમિશન મળી જતાં રૂપિયા પરત આપ્યા હતા. વિદ્યાર્થીના ભાઇએ માગણી કરતાં મારી નાખવાની ધમકી આપી હતી. વર્ષ 2011માં બનેલી ઘટના અંગે એસીબીના વિશેષ નિયામકની કચેરીમાં ફરિયાદ કર્યા બાદ તપાસના અંતે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર, રજિસ્ટ્રાર અને 2 પીએ સહિત 5 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.મનસુખ શાહ હાલ અમદાવાદ જેલમાં છે.

જામનગરના ફલ્લાના વેપારી પ્રકાશ વશરામ લૈયાના ભાઇ રાહુલે વર્ષ 2011માં ધો. 12 સાયન્સ પાસ કર્યું હતું. MBBSમા તેના એડમિશન માટે રૂા. 10.86 લાખ રોકડા અને ડોક્યુમેન્ટ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...