• Gujarati News
  • National
  • મૂળ ભુજની અને અમદાવાદમાં ભણતી છાત્રા અેન્ટાર્ટિકા જઇ ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરશે

મૂળ ભુજની અને અમદાવાદમાં ભણતી છાત્રા અેન્ટાર્ટિકા જઇ ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ ભુજની અને અમદાવાદમાં ભણતી છાત્રા અેન્ટાર્ટિકા જઇ ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરશે

ભુજ| હવામાન પરિવર્તનના અભ્યાસ માટે સર રોબર્ટ સ્વાનના 2041 ફાઉન્ડેશન દ્વારા ચલાવાઇ રહેલી ઝુંબેશ અંતર્ગત મૂળ ભુજની વિદ્યાર્થિનીની પસંદગી થતાં તે આગામી ફેબ્રુઆરી માસમાં એન્ટાર્ટિકાનો પ્રવાસ કરીને ઉંડાણ પૂર્વકની માહિતી મેળવશે. 13 વર્ષની વયે પસંદ થનારી પ્રથમ કિશોરીનું માન તેમના ફાળે ગયું છે.અમદાવાદની સહ્યાદ્રી કૃષ્ણામૂર્તિ ફાઉન્ડેશન સ્કૂલમાં અભ્યાસ કરતી આન્યા ચિંતન સોનીની એન્ટાર્ટિકાના સહેતુક પ્રવાસ માટે પસંદગી કરાઇ છે. માટે દર વર્ષે 80 લોકોની પસંદગી કરાય છે જેમાં ચાલુ સાલે તેનો ભારતની સૌથી નાની વયની છાત્રા તરીકે સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...