તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાબરમતીમાં આજે દલિત કાર્યકરોના પ્રતીક ઉપવાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરમતીમાં આજે દલિત કાર્યકરોના પ્રતીક ઉપવાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાસમઢિયાળ ગામે દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ત્રણ દિવસથી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. દલિત અત્યાચારના વિરોધમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મોટી સંખ્યામાં દલિત ભાઈઓ અને બહેનો હાજર રહી સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરશે.

દલિત અગ્રણીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મોટેરા રોડ, આંબેડકર ચોક, સાબરમતી ખાતે 2000થી વધુ લોકો પ્રતિક ઉપવાસ કરશે.

વધુમાં દલિતો પર અત્યાચાર કરનાર ગૌરક્ષકોના વિરોધમાં શુક્રવારે મહેસાણા કલેક્ટર ઓફિસ સામે મોટી સંખ્યામાં એસસી અને એસટી દ્વારા ચક્કાજામનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

એસટી એસસી સમાજના અગ્રણીઓ સુબોધ પરમારે વધુમાં જણાવ્યું કે, દલિત સમાજના લોકોને ઘરોમાંથી બહાર કાઢી રેલીમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. રેલી સવારે 10 વાગે સિદ્ઘાર્થ વિદ્યાલયથી શરૂ થઈ હિરાનગર, હૈદરી ચોક, તોરણવાળી ચોક, બાબા સાહેબની પ્રતિમા થઈ કલેક્ટર કચેરીએ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો