તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિનામૂલ્યે મળતા પવનના ફાયદા અપાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનામૂલ્યે મળતા પવનના ફાયદા અપાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીને મફ્તમાં મળે છે તેની કિંમત નથી. જોકે યુરોપના કેટલાક દેશોમાં હવે શુદ્ધ હવા બોટલમાં ભરી વેચાય છે. પર્યાવરણ એટલું ગંદુ છે કે શુદ્ધ હવા લેવાની બોટલોની દુકાનો ખુલી છે! પવન તમને મુંબઈ કે વડોદરા કે અમદાવાદમાં મફ્ત મળે છે. હું અગાશીમાં જઈને ઉંડા શ્વાસ લઉં છું ત્યારે ઈશ્વરને થેંકસ કહું છું. ભલે મુંબઈના ‘આરોગ્યશાસ્ત્રીઓ’ પર્યાવરણના બગાડના રોદણા રૂએ. હું રોજ મફ્તમાં ‘હેવન્સ બ્રેથ’ લઉં છું. ઈગ્લેંડના લેખક વૉટસને ‘હેવન્સ બ્રેથ: નેચરલ હિસ્ટ્રી ઑફ વીન્ડ’નું પુસ્તક લખ્યું છે. તેના ટૂંકો સાર મેં અગાઉ આપેલો છે. પણ ઈશ્વર- અલ્લાહના શ્વાસની વિશે આપણે વધુ જાણવું જોઈએ.

‘પવન’ વગર આપણે જીવી શકીએ નહીં. પવન વગર તમામ ગ્રહો પૂરા બર્ફાળ બની જાય. પૃથ્વી પર જે ભેજ છે તે ભેજ માત્ર સમુદ્ર ઉપર છે- પવન- હવા દ્વારા તે ભેજ આપણને દરેક સેકન્ડે મફ્ત મળે છે.

સમગ્ર ભારત ગરમીથી અરેરાટી અનુભવતું હોય ત્યારે મુંબઈનો દરિયો મુંબઈગરાને સરખામણીએ ઠંડો રાખે છે. મુંબઈમાં ચોપાટીમાં પવનને કારણે કે મલાડના દરિયાને કારણે વિસ્તારના લોકોને ઓછો ઉકળાટ લાગે છે. વરસાદ પડે પછી ક્રિકેટ રમવામાં મજા નથી. કારણ કે ભેજ ક્રિકેટના બોલને નિર્જીવ બનાવે છે ત્યારે આપણને ભેજ જીવાડે છે. પવન થકી ધરતી જાગી ઉઠે છે. પવનને કારણે પૃથ્વીનો આગ્રહ તેની ધરી ઉપર ફરે છે. આપણી નર્વ સિસ્ટમ ઉર્ફે નાડી પ્રણાલીમાં પવન થકી પ્રાણ આવે છે.

35થી 40 ટકા ભારતના ‘ગરીબ’ લોકોને પવન પ્રેમ કરે છે. કારણ કે તે બધા ગંજી કે શર્ટ પહેરતા નથી. તમારા ઘરની અગાશીમાં કે ઘરમાં ખુલ્લા શરીરે ફરો તો તમારા પરસેવામાં ઓછી વાસ આવે છે. મેં દક્ષિણ ભારતમાં જોયું કે ત્યાં કેરળમાં ખાસ સ્ત્રીઓ બ્લાઉઝ પહેરતી નહોતી. હજી પણ જુનવાણી બહેનો બ્રેસીયરને જાણતી નથી. બ્લાઉઝ પહેરે તે બ્રેસીયરને ક્યાંથી જાણે? તમને જાણ હસે કે બુધનો ગ્રહ તદ્દન પવન વગરનો છે. ચંદ્રનો ગ્રહ પવન વગર વધુ પડતો ઠંડો છે. પવન વગર મંગળનો ગ્રહ લાલ ધૂમ દેખાય છે. આપણાથી વધુ સમજદાર મહાત્માઓના વિચારોને આપણે આત્મસાત કરતા નથી. એટલે આપણો સ્વભાવ મંગળ જેવો ‘ગરમ’- ઝઘડાળુ રહે છે. આપણી આજુબાજુ 5600 કરોડ ટન પવનથી આપણે ઘેરાયેલા છીએ. પ્રદૂષણશાસ્ત્રી રોદણા રડે છે પણ પ્રદુષણને પવન પોતે સતત શુદ્ધ કરે છે. પંજાબી કવિ રવિન્દર કહે છે કે દિલ્હીથી પવન દેવતા કંટાળી ગયા છે તેથી પ્રદૂષણે માઝા મુકે છે. તેની હવા જે આપણી નસોમાં (દિલ્હીવાળાની નસોમાં) અમૃત ઘોળતી હતી તે હવે ધીમે ધીમે ઝેર ધોળે છે. એટલે દિલ્હીના માણસો ઝઘડાળુ થતા જાય છે. ભાજપના સુબ્રમણ્યમ સ્વામિ ખાસ! હવે ભારતની રાજધાની દિલ્હીથી ફેરવીને દક્ષિણમાં દરિયાકાંઠે રાખવી જોઈએ. અમદાવાદના અમારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે નાના બચ્ચાની જેમ રોજ રોજ શબ્દોનો કંકાસ કરે છે બન્ને નાહકના શબ્દોથી ઝઘડે છે.

નરેન્દ્ર મોદી પવન પાસેથી શિખામણ લે કે પવન આજે પૃથ્વી ઉપરનો ખરો સમાજવાદી તત્ત્વવાળો છે. કઈ રીતે? ગાય, ભેંશ કે ઘોડા જે લીલું ઘાસ ચરે છે કે રજકો ખાય છે તે રજકો કે લીલું ઘાસ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસો પહેલા દુર્લભ હતા. રજકાના અને લીલા ઘાસના રજકણો અને રજકાના બી પરદેશથી ઉડાડીને પવન લાવ્યો છે! ડુંગળીના કાળા બી પણ કાઠિયાવાડમાં ઉગીને પવન થકી બીજા પ્રદેશમાં ગયા છે અને કાઠિયાવાડને કારણે પંજાબ- પૂર્વ ભારત ડુંગળી ખાતુ થયું છે- પણ તે પવનને કારણે છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના પાલકના બીજ પવન થકી જગતભરમાં ફેલાઈ ગયા છે. આમ પવન સમાજવાદી છે. ઠેર ઠેર કુદરત બીજને સરખે ભાગે પૃથ્વીમાં વહેંચી દીધા છે. પવનનો મહત્તમ લાભ હનુમાનજીએ લીધો છે. પવનસૂત હનુમાન પવનને નાથી શકયા છે. પવનને પચાવ્યો છે. સાદા અર્થમાં રોજ રોજ પ્રાણાયામ કરો. અમુક સેકન્ડ પવન- હવા વગર ચલાવો. ઊંડા શ્વાસ લો. પ્રાણાયામ કરો છો ત્યારે તમે શક્તિમાન બનો છો.

પવનના ગુણગાન ગાઈએ કે તેની મહત્તા લખીએ તો આકાશ ભરાઈ જાય. તમને ખબર નથી પણ તમારી આજુબાજુ 5600 કરોડ ટન પવનથી તમે ઘેરાયેલા છો. પવનને સરખે ભાગે વહેંચી દેવાય તો દરેકને 10 લાખ ટન હવા મળે. આટલા પવનથી અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવા 1000 બિલ્ડિંગોમાં હવા ભરી શકાય! અગર લંડનના રોયલ આલ્બર્ટ હોલ જેવા 50000 હોલમાં હવા ભરી શકાય.

આપણે દરેક માનવ એક વર્ષમાં એક કરોડ વખત શ્વાસ લઈએ છીએ અને 50 લાખ કિલો જેટલો પવન ફેફસામાં ભરીને કાઢીએ છીએ.

બધી ગણતરીઓ વિરાટ છે પણ તેનો કોમનમેનને કોઈ મતલબ નથી કારણ કે તે મફ્ત મળે છે. તમારે તમારા ટીનેજર બાળકને ‘પવન દેવતા’નું આપણા જીવનમાં જે મહત્વ છે તે જરૂર સમજાવવું જોઈએ કે પવન આપણા શરીર ઉપર મસાજ-માલીશ જેવી અસર છોડી જાય છે. તમારી ખબર વગર તમારી સેવા કરે છે.

શરીરના એક કરોડ જેટલા જ્ઞાનતંતુઓ ચામડીની સપાટી નીચે છે. તેને પવનની માલીશ ઉત્તેજીત કરે છે. માનવીના વિકાસ અને ઉછેરમાં પવન એક મહત્વનો ભોગ આપનારું તત્વ છે પવન જ્યારે તમારી ચારેબાજુ ફરી વળે છે ત્યારે સ્નાયુની તાકાત અને રોગપ્રતિકાર શક્તિ વધારે છે. ટૂંકમાં પવન આપણો સસ્તો અરે! મહત્વનો ‘ડોક્ટર’ છે. તે કુદરતી વૈદ્યને હું લેખ પુરો કરતા પહેલાં પ્રણામ કરું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો