• Gujarati News
  • National
  • ‘ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન...’

‘ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન...’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંડિત દીનદયાલ ઓડિટોરીયમમાં શબ્દશ્રીના ઉપક્રમે ત્રણ દિવસ માટે જન્માષ્ટમી જાજરમાન જલસાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે નૃત્ય નાટિકા અને કવિ સંમેલન યોજાયું.

કવિએ રજૂ કરેલી રચનાઓ

}ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન, શહેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.-સૌમ્ય જોશી

} બિલ્લી બોલી મુજે ચુહો કે સામને મારના નહીં.-ગિરગિટ અહેમદાબાદી

} આવું બન્યું નથી એંકેય કાળમાં, વંડી ઉપરથી કૂતરું કરડ્યું કપાળમાં. -વિનય દવે

} એટલે પરિણામ પરબારું હતું, હાથમાં ક્યાં ટાંકણું મારું હતું.-રક્ષા શુક્લ

} ગજગજ થતી છાતી છે, માણસ ગુજરાતી છે.-રમેશ ચૌહાણ

} એક સરખા સૌના દાડા થઈ ગયા, સામસામાં સૌ ઉઘાડા થઈ ગયા.-હરદ્વાર ગોસ્વામી

} જો બકા તકલીફ તો રહેવાની, વાત ફરી ફરી કે’વાની -ભાગ્યેશ જ્હાં.

િસટી રિપોર્ટર | અમદાવાદ

શબ્દશ્રીનાઉપક્રમે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં શરૂ થયેલા જલસામાં શુક્રવારે પ્રથમ દિવસે નૃત્યશિલ્પી દ્વારા ઝંખના શાહના દિગ્દર્શનમાં ‘વાસલડી ડોટ કોમ..’ નૃત્ય નાટિકા ભજવાઈ હતી. ત્યાર પછી બીજા સેશનમાં કવિ સંમેલનમાં રમેશ ચૌહાણ, સૌમ્ય જોશી, ગિરગિટ અહેમદાબાદી, અજય મોદી, ભાગ્યેશ જ્હાં, દલપત પઢિયાર, હરદ્વાર ગોસ્વામી અને વિનય દવે હાજર રહ્યા હતા. જન્માષ્ટમી પૂર્વે જાજરમાન જલસા અંગે વાત કરતાં શબ્દશ્રીના હરદ્વાર ગોસ્વામીએ કહ્યું કે, ‘જ્યાં કૃષ્ણ છે ત્યાં સેલિબ્રેશન છે. શબ્દશ્રીનો પ્રયાસ રહ્યો છે કે સાહિત્ય અને કલા દ્વારા આજની યુવા પેઢીને આપણા વારસાનું જ્ઞાન આપવું.’

Talk on Cluture

અન્ય સમાચારો પણ છે...