• Gujarati News
  • National
  • હિરામણી સ્કૂલના વિદ્યાર્થીઓ સુબ્રતો કપની ફાઇનલ જીત્યા

હિરામણી સ્કૂલના વિદ્યાર્થીઓ સુબ્રતો કપની ફાઇનલ જીત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ચાલીરહેલા સુબ્રતો મુખરજી કપમાં અમદાવાદની હિરામણી સ્કૂલ વિજેતા બની છે. સ્પર્ધાનું આયોજન રમત-ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા સુબ્રતો મુખરજી કપમાં અમદાવાદ સિટીની 19 સ્કૂલોએ ભાગ લીધો હતો. સુબ્રતો મુખરજી કપની ડિસ્ટ્રીક્ટ લેવલની સ્પર્ધામાં હિરામણી સ્કૂલે નિર્માણ સ્કૂલને હરાવીને જીત મેળવી હતી. સુબ્રતો કપની સેમીફાઇનલ અને ફાઇનલ સ્પર્ધાની શરૂઆત 12મી તારીખે -થઇ હતી. પહેલી સેમિફાઇનલમાં સેંટ ઝેવિયર્સ લોયલા સામે હિરામણી સ્કૂલ 2-0થી વિજેતા બની હતી. બીજી સેમીફાઇનલ નિર્માણ અને સંત કબીરનો વચ્ચે રમાઇ હતી. જેમાં નિર્માણ સ્કૂલે પેનલ્ટીમાં વિજય મેળવી ફાઇનલ પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં હિરામણી અને નિર્માણ સ્કૂલ વચ્ચે રમાઇ હતી. જેમાં હિરામણી સ્કૂલે 4-1થી નિર્માણ સ્કૂલને હરાવી હતી. જેમાં હિરામણી સ્કૂલના સંજયે 3 ગોલ અને રાજે 1 ગોલ કર્યો હતો.

Football

અન્ય સમાચારો પણ છે...