• Gujarati News
  • National
  • પ્રજ્ઞાચક્ષુએ અંધજનો માટે શાળા શરૂ કરી, 400ને ટ્રેનિંગ આપી, મેગેઝિન શરૂ કરશે

પ્રજ્ઞાચક્ષુએ અંધજનો માટે શાળા શરૂ કરી, 400ને ટ્રેનિંગ આપી, મેગેઝિન શરૂ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ પાટણના બિઝનેસમેન બાબુભાઈ દેસાઈ કાનુડા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત વિવિધ સેવાકિય કામો કરે છે. તેઓ પાટણમાં સાત વર્ષથી 500 દિકરીઓને ફ્રીમાં ભોજન આપે છે. ઉપરાંત તેમણે સરકારી જોબ માટે મફતમાં વર્ગો ખોલવા, હૉસ્પિટલમાં એમ્યુલન્સનનું દાન, ફી ભરી શકતા બાળકોને દત્તક લઈ તેમને ભણાવવાની સાથે ચક્ષુદાન કેન્દ્ર પણ શરૂ કર્યું છે. ઉપરાંત દેશના 19 શહીદ જવાનોને આર્થિક મદદ પણ કરી છે.

અંધજન મંડળમાં બ્લાઈન્ડ લોકોને કમ્યુટરની ટ્રેનિંગ આપતા રણછોડ સોનીએ કોઈ પણ પ્રકારની કમ્પ્યુટરની ટ્રેનિંગ લીધા વિના અંધજન મંડળમાં બ્લાઈન્ડ લોકો માટે કમ્પ્યુટર શાળા શરૂ કરી છે. 2005થી લઈને અત્યાર સુધી 300 સ્ટુડન્ટ અને 100 શિક્ષકોને ટ્રેનિંગ આપી ચુક્યા છે. બ્લાઈન્ડ લોકો માટે 7 હજાર પુસ્તકોનું ઑડિયો રેકોર્ડિંગ કર્યું છે. જેલમાં જઈ કેદીઓના નોલેજ માટે પુસ્તક વાંચન પણ શરૂ કર્યું છે. તેમણેે સાથે 30 બ્લાઈન્ડને કોમ્પિટિટિવ એક્ઝામ પણ અપાવી છે. તેઓ હવે અંધ લોકો માટે એક મેગેઝીન શરૂ કરવા માગે છે.

સિટી રિપોર્ટર | અમદાવાદ

જાગૃતજન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા અને પ્રેરણાત્મક કામગીરી કરતા સમાજના રીયલ હીરોને એવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ગયા વર્ષની જેમ વર્ષે પણ 15 ઑગષ્ટના દિવસે ચાર એવૉર્ડ અપાશે. જે અંતર્ગત મુકબધિર શિક્ષણ અને સંશોધન માટે કેન્દ્ર ચલાવતા રણછોડ સોની અને સુરેશ પંડ્યાને જાગૃત જન અવૉર્ડ અપાશે જ્યારે બાબુ દેસાઈને દિવાદાંડી એવૉર્ડ અપાશે. એવૉર્ડ સમારોહ 15 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હૉલ ખાતે સવારે 8.30 કલાકે યોજાશે. દરમિયાન એવૉર્ડીની સોશિયલ એક્ટિવિટીની કેટલીક કામગિરી એવૉર્ડ જાહેર થયા તે પ્રસંગે શેર કરવામાં આવી હતી.

મૂળ પાટણ ગામના સુરેશ પુનડિયા ગાંધીનગર જિલ્લાના વાંકાનેરડા ગામમાં બે વર્ષથી ગ્રામશિલ્પી તરીકે સેવા કરે છે. તેમણે અહીં રહી બાળકો માટે ઉકરડો હતો ત્યાં બાળકોને ભણવા મસ્તિકી પાઠશાળા બનાવી, સ્વચ્છતા માટે ઠેર ઠેર કચરાપેટીઓ મુકાવી, રૂ. 700માં 30 જેટલા ટૉયલેટ બનાવડાવ્યા, વૃક્ષા રોપણ કરી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું વગેરે જેવા કામ કર્યા છે. સાથે તેઓ નવી જનરેશન ખેતીમાં જોડાય તે માટે બાળકોને ખેતીનું માર્ગદર્શન આપવું, આજુ-બાજુના ગામોની શાળામાં જઈ મોટીવેશન લેક્ચર આપવા તેમજ ગામ લોકોને વ્યસન મુક્ત કરવા વગેરે જેવા કામો એક ગ્રામશિલ્પી તરીકે કરી રહ્યા છે.

Talk on Social Work

અન્ય સમાચારો પણ છે...