• Gujarati News
  • National
  • સરકારેકહ્યું હતું કે 12 જુલાઈ સુધીમાં દેશમાં લાંબા સમયથી

સરકારેકહ્યું હતું કે 12 જુલાઈ સુધીમાં દેશમાં લાંબા સમયથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારેકહ્યું હતું કે 12 જુલાઈ સુધીમાં દેશમાં લાંબા સમયથી વેપારી કામકાજ ના કરતી હોય એવી 1.62 લાખ કંપનીઓની નોંધણી રદ કરવામાં આવી હતી, જેમાંથી મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદની સંયુક્ત મળીને આશરે અડધોઅડધ કંપનીઓ હતી. આવી બોગસ કંપનીઓ માત્ર લોનો લેવા અને એડવાન્સ આપવા અને નાણાંની લેવડદેવડ માટે શરૂ કરવામાં આવે છે અને પછી એનો હેતુ પૂરો થાય એટલે આવી કંપનીઓનાં કામકાજ ઘટાડી દેવામાં આવે છે. જોકે બોગસ કંપનીઓનીન વ્યાખ્યા કંપનીઝ એક્ટમાં નથી. જોકે રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીઝએ 12 જુલાઈ, 2017 સુધીમાં કંપનીના રજિ્ટરમાંથી 1,62,618 કંપનીઓની નોંધણી રદ કરી દીધી હતી. કંપનીઝ એક્ટની 248 કલમ હેઠળ રજિસ્ટ્રાર ઓફ કંપનીને વિવિધ કારણો હેઠળ કંપનીની નોંધણી રદ કરવાનો અધિકાર ધરાવે છે, જેમાં કંપની છેલ્લાં બે નાણાકીય વર્ષમાં કોઈ વેપારી કામકાજ કર્યું ના હોય તો રજિસ્ટ્રાર નોંધણી રદ કરી શકે છે. કુલ રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યામાંથી 1,62,618 કંપનીઓ પૈકી 76,451 કંપનીઓ મુંબઈની, દિલ્હી અને હૈદરાબાદના આરઓસી દ્વારા રદ કરવામાં આવી હતી.વ્યક્તિગત રૂપે રજિસ્ટ્રારે મુંબઈમાં 33,000 કંપનીઓનાં, દિલ્હીમાં 22,863 અને હૈદરાબાદમાં 20,588 કંપનીઓની નોંધણી રદ કરવામાં આવી હતી. ચેન્નાઇમાં 12,133 કંપનીઓ, બેંગલુરુમાં 11,286, પુણેમાં 10,083, અમદાવાદમાં 9,625 અને કોલકાતામાં 8, 787 કંપનીઓની નોંધણી રદ કરવામાં આવી હતી.

1.62 લાખ નિષ્ક્રિય કંપનીઓની નોંધણી સરકાર દ્વારા રદ કરાઇ

અન્ય સમાચારો પણ છે...