• Gujarati News
  • National
  • પતિના આડાસંબંધથી કંટાળીને મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

પતિના આડાસંબંધથી કંટાળીને મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલડીનીપરણિતા પતિના લગ્નેત્તર સંબંધથી કંટાળીને સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા ગઇ હતી. પરણિતા ટ્રેનના પાટા પર સુઈ ગઇ હતી દરમિયાન સ્થાનિકોએ તેને બચાવીને મહિલા હેલ્પલાઇન 181ને ફોન કરતા કાઉન્સેલરે દંપતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે પતિએ લગ્નેત્તર સંબંધ તોડી પત્નીનું ધ્યાન રાખવાની બાંયધરી આપી હતી.

મૂળ નેપાળના ગિરિશ અને સોનિયા કેટલાય વર્ષોથી પાલડી રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગિરિશ એક યુવતીના પ્રેમમાં હોવાથી લગ્નેત્તર સંબંધથી કંટાળીને સોનિયાએ સુસાઇટ નોટ લખી ટ્રેનના પાટા પર સુઇ ગઈ હતી. સ્થાનિકોનું ધ્યાન પડતા તેને બચાવી સમજાવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા હેલ્પલાઇ 181ને ફોન કરતા કાઉન્સેલર સોનલ ત્યાં પહોંચી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમણે ગિરિશનું કાઉન્સેલિંગ કરતા તેણે બાંહેધરી આપી હતી કે તે લગ્નેત્તર સંબંધનો અંત લાવીને પત્નીને ન્યાય આપશે.(પાત્રોના નામબદલ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...