• Gujarati News
  • National
  • પાડોશી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારની ત્રણ મહિલાએ ઝેર પીધું

પાડોશી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારની ત્રણ મહિલાએ ઝેર પીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઈવાડીમાંયુવતીએ પોતાની ચાલીમાં રહેતા યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવતીના પરીવારની ત્રણ મહિલાઓએ યુવકના પરીવાર સાથે ઝઘડો કર્યા બાદ શનિવારે ઝેરી દવા પી લેતા ત્રણેયને એલજી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે ત્રણેય મહિલાઓની હાલત સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અમરાઈવાડી રહેતી દિવ્યા સોલંકીએ થોડા દિવસ પહેલા પોતાના પાડોશમાં રહેતા અક્ષય નામના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ઘટના બાદ બંને પરીવાર વચ્ચે વિવાદ ચાલતો હતો. જેથી અક્ષય અને તેનો પરીવાર દિવ્યાને લઈને રામોલ બીજા ઘરમાં રહેવા ગયા હતા. શનિવારે રઉફની ચાલીમાં રહેતી અક્ષયની પિતરાઈ બહેન અને દિવ્યાના પરીવાર વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેમાં દિવ્યાની બહેન મિત્તલ અને તેમના પરીવારની અન્ય બે મહિલાઓ પુષ્પા અને દક્ષા પરમારે ઝેર પી લેતા એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્રણેેય મહિલાઓની હાલત સ્થિર હોવાનું અમરાઈવાડી પીઆઈ ઓ.એમ.દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...