• Gujarati News
  • National
  • સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ

સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિગ્રી ઈજનેરી 32,471 બેઠક પર ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી શરૂ

378 વિદ્યાર્થીઓએ ચોઈસ અપગ્રેડ કરાવી, 15 નવાં એડમિશન થયાં

એજ્યુકેશન રીપોર્ટર | અમદાવાદ

એસીપીસી(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ હાથ ધરેલી ડીગ્રી ઈજનેરી કોલેજોની 32471થી વધુ બેઠકો પરની ઓફ લાઈન પ્રવેશ કાર્યવાહીનો 12મી ઓગષ્ટ, શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે શનિવારે પ્રથમ દિવસે પ્રથમ મેરીટ ક્રમાંકથી 2500 મેરીટ ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓમાંથી 603 ‌વિદ્યાર્થીઓને રૂબરુ પ્રવેશ કમિટી ખાતે બોલાવાયા હતા. 378 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલીંગ અંતર્ગત ચોઈસ અપગ્રેડ કરવામાં આવી છે. જ્યારે 15 નવા એડમિશન કરવામાં અાવ્યા છે.

ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ, સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ખાલી બેઠકો પર પ્રવેશ માટે હાથ ધરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની જાણકારી માટે ખાલી રહેલી બેઠકોની યાદી પ્રવેશ કમિટીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેમાં દરેક સંસ્થા અને યુનિવર્સિટી અંગેની માહિતી દર્શાવવામાં આ‌વી છે.

કોમર્સની 4500થી વધુ બેઠક પરની ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી 16મી આૅગસ્ટ સુધી લંબાવાઈ

ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ વિદ્યાશાખાની ખાલી 4500થી વધુ બેઠકો પરની ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી આઠમી ઓગષ્ટથી 11મી ઓગષ્ટ દરમ્યાન રાખવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રવેશ કાર્યવાહી આગામી 16મી ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે. પ્રવેશ કમિટીના કો ઓર્ડીનેટર ડો. ગુરૂદત્ત જપ્પીએ જણાવ્યું છે કે, ‘કોમર્સ વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આઠમીથી નવમી ઓગષ્ટ દરમ્યાન પૂરક પરીક્ષા આપનારા, અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય, પરંતુ અપેક્ષા મુજબ પ્રવેશ મેળવી શકેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ છે. તે પછીથી 10મી ઓગષ્ટે પ્રવેશ મેરીટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 11મી ઓગષ્ટ સુધીની પ્રવેશ કાર્યવાહી રાખવામાં આવી હતી, 160 વિદ્યાર્થીઓએ કોમર્સમાં પ્રવેશ કેન્સલ કરાવ્યો છે, બાબતને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રવેશ કાર્યવાહી 16મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.’

અન્ય સમાચારો પણ છે...