• Gujarati News
  • National
  • અમદાવાદમાં ત્રણ સ્થળે કિશોરી અને મહિલાના ચોટલા કપાયા

અમદાવાદમાં ત્રણ સ્થળે કિશોરી અને મહિલાના ચોટલા કપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે 11 સ્થળે ચોટલો કપાવાના કિસ્સા બહાર આવ્યા

ખેરાલુમાં બે, જૂનાગઢ, કઠલાલ, કીમ, અંકલેશ્વર, રણોલીમાં 1-1

અમદાવાદમાં ચોટલી કપાવાના 3 કિસ્સા સામને આવ્યા છે. નારોલ શાહવાડી સુંદરમ નગરમાં રહેતા રણવિર ચૌધરીનો પરિવાર ઘરના દરવાજા અંદરથી બેધ કરી સૂતા હતા ત્યારે રાતના સાડા બાર વાગે 16 વર્ષની કાજલ ઉઠી ગઈ હતી. તેના વાળ પથારીમાં કપાઈ ગયા હતા. બીજો બનાવ ગોમતીપુરની પરમાનંદની ચાલીમાં રહેતા શ્યામકલીબેન ચૌહાણની 7 વર્ષની દિકરી સુમન બપોરે બારી પાસે ટીવી જોતી હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ બારીમાંથી તેના વાડ કાપી નાખ્યા હતા. ત્રીજી ઘટનામાં શીલજ કલહાર રોડ પર આવેલ ગ્રીન હાઉસ નામની સ્કિમમાં મજુરી કરતી ચંદ્રાવતીને સવારે ઉઠી ત્યારે વાળ કપાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ ઉપરાંત રાજ્યમાં અન્ય 6 ઘટના બની છે. જેમાં ખેરાલુ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મહિલાઓની ચોટી કપાયાના કિસ્સાઓનો સીલસીલો યથાવત રહેતાં શનિવારના રોજ પણ તાલુકાના વાલાપુરા ગામની મહિલાની ચોટી કપાઇ ગઇ હતી વડનગર તાલુકાના ડાબુ ગામમાં સુતેલ મહિલાની ચોટલો કપાઇ જતાં મહિલાઓમાં ભય પ્રસરી જવા પામ્યો છે.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં કારખાનામાં મજૂરી કરતા મુળ બનારસના સીમાબેન રૂપ અંદરથી બંધ કરીને સુતા હતા ત્યારે તેમની ચોટલી કપાઈ હતી. કઠલાલ તાલુકાના ખડાલ ગામે એક મહિલાની ચોટલી કપાતા ગામમાં ઉહાપોહ મચી ગયો હતો. સુરતના કીમમાં બીજા દિવસે રિન્કુ યાદવ નામની મહિલાનો રાત્રે ચોટલો કપાયો છે. અંકલેશ્વરના શાંતિ નગરમાં રહેતી ગુડિયા શર્મા નામના મહિલાનો રાત્રે ઊંઘમાં કોઈ ચોટલો કાપી ગયું હતું. વડોદરાના રણોલી ગામમાં રહેતા રીનાદેવીને સવારે ઘરમાં કોઈ પ્રવેશ્યું હોવાનો અહેસાસ થતાં બેભાન થઈ ગયા હતા. ભાનમાં આવ્યા ત્યારે ચોટલો કપાઈ ગયો હતો.

અમદાવાદમાં ભોગ બનેલી છોકરીઓ

^ નારોલમાં રહેતો પરીવાર રાતે અંદરથી દરવાજો બંધ કરીને સુઈ ગયો હતો. તેવામાં બહારથી કોઈ કેવી રીતે આવી ચોટલી કાપી શકે તે મોટો પ્રશ્ન હતો. કદાચ પરીવારનો કોઈ સદસ્ય ઘટના પાછળ હોઈ શકે તેવી સંભાવના છે. જ્યારે ગોમતીપુરમાં પણ વાળ કપાયા પાછળ કોઈ સોલીડ થીયરી નથી. > ડી.બી.વાઘેલા,જેસીપી,સેક્ટર 2

પરિવારનો સભ્ય જવાબદાર હોઇ શકે

અન્ય સમાચારો પણ છે...