• Gujarati News
  • National
  • ભાજપના યુવા નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા પાસ નેતાની નડિયાદ DSPને રજૂઆત

ભાજપના યુવા નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા પાસ નેતાની નડિયાદ DSPને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવા ભાજપના નેતાએ પૂનમ મહાજન સામે ઊંધો રાષ્ટ્રધ્વજ ધરી દેતાં વિવાદ

ભાજપના‘ભારત જોડો’ના અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રેલી દરમિયાન સુરત યુવા ભાજપના ઉપાધ્યક્ષ સુનિલ પાટીલે ઊંધો રાષ્ટ્ર ધ્વજ પકડીને યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજનની આગળ ધરી દીધો હતો. ઊંધા ધ્વજને યુવા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે પણ પકડતા વિવાદ ઉભો થયો છે. પાસના નડિયાદના નેતા કનુ સુખડિયાએ નડિયાદ ડીએસીપીને ભાજપના નેતા પૂનમ મહાજન, ઋત્વિજ પટેલ સહિત અન્ય નેતાઓ સામે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી છે. દરમિયાનમાં રાષ્ટ્રધ્વજ આપનાર સુનિલ પાટીલે આવી ભૂલ બદલ માફી માગી છે.

સુનિલ પાટીલે માફી માગી

^ભાજપના સુરત યુવા મોરચના ઉપાધ્યક્ષ સુનિલ પાટીલે જણાવ્યુ કે, મારાથી ભૂલથી ઊંધો રાષ્ટ્રધ્વજ પકડાયો હતો. બાબતે તરત અમારા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે ધ્યાન દોરતા મે ભૂલ સુધારી દીધી હતી. આમ છતાં આવી ભૂલ બદલ હું માફી માગું છું.

અન્ય સમાચારો પણ છે...