• Gujarati News
  • National
  • તમામ તાલુકામાં બાળકોને કૃમિથી બચાવવા ડોઝ અપાયા

તમામ તાલુકામાં બાળકોને કૃમિથી બચાવવા ડોઝ અપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લાના બાવળા, સાણંદ, વિરમગામ, ધંધૂકા, ધોલેરા, ધોળકા, માંડલ, દેત્રોજ મળી કુલ નવ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો તથા સ્કુલોમાં કૃમિ સંક્રમણથી બાળકોને બચાવવા માટે કૃમિ નાશક દવાના ડોઝ પીવડાવવામાં આવ્યો હતો. બાવળા તાલુકાના રામનગરની આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા આરસીએચ ઓફીસર ડો. સ્વામી કાપડીયા, તા.હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણી સહીત વિગેરે હાજ રહીને 1 થી 5 વર્ષ સુધીના બાળકોને આલ્મેન્ડાઝોલની દવાની સીરપ પીવડાવી હતી. 5 થી 9 વર્ષ સુધીના બાળકોને આલ્મેન્ડાઝોલની દવાની ટીકડી અપાઈ હતી.

બાળકને ડોઝ અપાયા હતા ત્યારની તસવીર

અન્ય સમાચારો પણ છે...