• Gujarati News
  • National
  • ભાવનગર એસટીની વધુ 35 બસો રદ રાજસ્થાન, અંબાજી, મહેસાણા રૂટ બંધ

ભાવનગર એસટીની વધુ 35 બસો રદ રાજસ્થાન, અંબાજી, મહેસાણા રૂટ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઆસપાસના સુરેન્દ્રનગર, અમદાવાદ અને આસપાસના જીલ્લા�અો તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે એસટી બસ અને ટ્રેનના ભાવનગર સંબંધિત રૂટ આજે 11મા દિવસે પણ અતિપ્રભાવિત છે. આજે પણ ખાનગી બસોનું 50 ટકા આવન-જાવન કેન્સલ કરવું પડ્યું હતું. બીજી તરફ ભાવનગર એસટીની વધુ 35 જેટલી બસો આજે કેન્સલ થઇ હતી. બીજી તરફ આજે ભાવનગર એસટીની રાજસ્થાન, બનાસકાંઠા અને અંબાજી રૂટની તમામ બસો કેન્સલ કરવામાં આવી છે.

ભાવનગરથી પીપળી, વટામણથી ધોળકાનોમાર્ગ ચાલુ છે અને બરોડા જવા માટે ધોળકાથી જતો રસ્તો ચાલુ છે. ખાનગી બસ સંચાલક નીતિન તન્નાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે ખાનગી બસોએ બગોદરા માર્ગ અંગે મેળવેલી માહિતી મુજબ બગોદરાનો રસ્તો હજુ પણ અત્યંત ખરાબ છે. રોડ અને ડિવાઇઠરો પર પણ પાણી અને કચરો છે. ભાવનગરથી અમદાવાદ જતી બસો બગોદરા-ધંધુકાને બદલે વટામણ ચોકડીવાળા માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. ગેલોપ્સ ચોકડીથી બગોદરાવાળો રસ્તો સાવ બંધ છે. ભાવનગરથી પીપળી- વટામણ- ધોળકાથી બાવળાનો અને બરોડાનો રસ્તો શરૂ છે. પરિસ્થિતિના કારણે આજે પણ 6 લોકલ બસ સહિત 35 જેટલી બસો કેન્સલ કરવાની નોબત આવી હતી. ભાવનગર એસટી ડીસી બી.આર. ડીંડોડે ઉમેર્યું કે ભાવનગરથી અમદાવાદ, વડોદરા ઉપરાંત દાહોદ, જાલોદ, વાંસવાડા, ઉદેપુર,સિરોહી, સુંધામાતા સહિત અનેક રૂટની બસો કેન્સલ કરવી પડી હતી. હાલ એસટીને ગમે ત્યારે ગમે તે બસ કેન્સલ કરવી પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ ભાવનગર રેલવેના ડીઆરએમ માશૂક અહેમદે કહ્યું કે ભાવનગર રેલવેમાં બોટાદ-ગાંધીગ્રામ માર્ગ પર હજુ પણ સ્થિતિ ખરાબ હોવાને કારણે માર્ગ પરની 10 ટ્રેનો હજુ શરૂ કરી શકાઇ નથી.

બોટાદ-અમદાવાદ ટ્રેન 11માં દિવસે અનિશ્ચિતરૂપે બંધ

અન્ય સમાચારો પણ છે...