આજે ઇન્ટર ક્લબ એક્વેટિક મીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનમાં 12 દિવસ બાકી

ગુજરાતસરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવતા ખેલ મહાકુંભ-2017નું આયોજન વર્ષે પણ કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભનું ઓનલાઇન રજીસ્ટ્રેશન 30 જૂનથી શરૂ ચુક્યું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે www.khelmahakumbh.org પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વખતે એન્ડ્રોઇડ અને આઇ.ઓ.એસ એપની મદદથી પ‌ણ રજીસ્ટ્રેશન કરી શકાશે.

અમદાવાદની કરાટે ખેલાડી સુપ્રિયા જાટવની પસંદગી ચોથી સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી છે. સુપ્રિયાની પસંદગી ભારતના 40 લોકોની ટીમમાં કરવામાં આવી છે. 4થી સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ ચોથી 6 ઓગસ્ટ દરમિયાન કોલંબો ખાતે યોજાવાની છે. ભારતીય ટીમ દિલ્હીથી કોલંબો બીજી ઓગસ્ટ જવા નીકળશે. સુપ્રિયા હાલ ભોપાલ ખાતે આવેલી નેશનલ કરાટે એકેડેમીમાં પ્રેક્ટિસ કરે છે. સુપ્રિયા તાજેતરમાં કઝાકિસ્તાન ખાતે યોજાનારી 14મી સિનિયર એશિયન કરાટે ચેમ્પિયનશીપ 2017માં ભાગ લઇને આવી છે. ભોપાલ એકેડેમીના કોચ જયદેવ શર્માએ કહ્યું હતું કે, ‘સુપ્રિયા અને તેના સાથીઓએ એશિયન કરાટે ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખી ઘણી મહેનત કરી છે માટે તેઓ ગોલ્ડ મેડલના પાક્કા દાવેદાર છે.’

અમદાવાદના રાઇફલ ક્લબ ખાતે આજે ઇન્ટર ક્લબ એક્વેટિક મીટ-2017નું આયોજન રોજ કરવામાં આવ્યું છે. જેમાં રાઇફલ ક્લબ, રાજપથ ક્લબ, સ્પોર્ટસ ક્લબ, કર્ણાવતી ક્લબ અને એલિસબ્રીજ જીમખાના પાંચેય ક્લબના સભ્યો ભાગ લેશે. હાલ સુધીમાં 400 લોકોના રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે. સ્પર્ધામાં 5 વર્ષથી ઉપરના લોકો ભાગ લઇ શકશે. મુખ્યત્વે ચાર સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં ફ્રી સ્ટાઇલ, બ્રેસ્ટ સ્ટ્રોક, બેક સ્ટ્રોક અને પેપર રીડીંગની સ્પર્ધા રાખવામાં આવી છે. જ્યારે બટરફલાય સ્ટ્રોકની સ્પર્ધા વિશિષ્ટ રૂપે 40 થી 50 વર્ષના પુરુષ કેટેગરીના ખેલાડી માટે રાખવામાં આવી છે. ઉંમર મુજબ સ્પર્ધકોના 15 જુથ પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં દર વર્ષે પાંચ ક્લબ સ્વિમિંગની સંયુક્ત સ્પર્ધાનું આયોજન થાય છે.

News in Brief

અન્ય સમાચારો પણ છે...