પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણાને પહેરેલે લુગડે ઘર છોડાવ્યું....

‘ભાજપસરકાર હદે જઈ શકે છે તે હવે ગુજરાત અને દેશની જનતાની સામે છે. ભાજપ સરકારે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે સમગ્ર સરકારી મશીનરી કામે લગાડી છે. ગુજરાતની જનતાએ જાણવું જરૂરી છે કે, આમારા ધારાસભ્યો કે જે જનતાએ આપેલા મતોથી ચૂંટાયા છે, તેમનું અપહરણની પણ તૈયારી હતી. અનેક ધારાસભ્યો પર ભયંકર દબાણ હતું. સ્થિતિમાં જો અમે આમારા ધારાસભ્યોનું રક્ષણ કરીયે તો શું કરીએ? અને તેમનું રક્ષણ ગુજરાતમાં કરવું અશક્ય બની ગયું હતું. એવા ઘણા ધારાસભ્યો હતા જેમને પહેરેલા લુગડે ગુજરાત છોડવું પડ્યું છે. આવી કટોકટી ભરી સ્થિતિ ઉભી થઇ હતી. તેથી અમારે ધારાસભ્યોને ગુજરાતની બહાર સુરક્ષિત લઇ જવાનો નિર્ણય લેવો પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ હોય ત્યારે અમારા ધારાસભ્યો પોતાના વિસ્તારની જનતાની મદદ અને સેવા કરવા આતુર અને તત્પર છે. પરંતુ મજબુરીમાં છૂટકે પગલું ભરવું પડ્યું છે.’

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાને વધુમાં જણાવ્યું કે, ‘અમે કોઈ પણ કાળે ગુજરાતના છોડીએ નહીં તે માટે પૂરતા પ્રયત્નો થયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ધારાસભ્યોના ચેકીંગ અને ચેક-ઈન ની પ્રક્રિયામાં થાય એટલો વિલંબ કરાયો, ઉશ્કેરવાનો ભરપૂર પ્રયાસ કરાયો હતો.’

પૂરનીચિંતા છોડી બેંગલુરુમાં કૉંગ્રેસીઓ જલસા કરે છે....

જિલ્લાભાજપ કાર્યાલય પર પહોચેલા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે કોગ્રેસને નિશાન બનાવી હતી.તેમને કહ્યું કે, અસરગ્રસ્તો મદદની રાહ જોઇ રહ્યા છે ત્યારે કોગ્રેસના ધારાસભ્યો તેમની વ્હારે આવવાના બદલે બેગ્લોરના રિસોર્ટમાં જલસા કરી રહ્યા છે.કોગ્રેસ ભલે 44 ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો કરતી હોય પરંતુ બંગલુરૂ માં માત્ર 22કોગી ધારાસભ્યો સાથે છે.આગામી રાજ્યસભાની ચૂંટણીમા કોગી ધારાસભ્યોનો જુકાવ ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ કરતા નિતીન પટેલે કહ્યું છે.રાષ્ટ્રપતિની જેમ રાજ્ય સભાની ચૂંટણીમા પણ કોગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરશે.શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસે હજારો કોગી કાર્યકરો શુભાચ્છા પાઠવવા આવ્યા ત્યારે પણ તમામને હાજર રહેવા સૂંચના આપનાર કોગ્રેસે અન્યને તક આપવાના બદલે 24વર્ષથી સાંસદ સભ્ય રહી ચૂંકેલા અહેમદ પટેલને રિપીટ કર્યા છે ત્યારે ભાજપમા કોઇ વાદ નથી તમામને તક મળે છે અને વેરવિખેર થઇ ગયેલી કોગ્રેસ હવે નાણાના જોરે ધારાસભ્યો ખરીદયાનો આક્ષેપ કરી રહી છે.

મુલાયમના2, માયાના 1 સભ્યે પરિષદમાંથી રાજીનામું આપ્યું....

જયવીરસિંહનોકાર્યકાળ 5 મે, 2018 સુધી હતો જ્યારે બુક્કલ નવાબ અને યશવંતસિંહનો કાર્યકાળ 6 જુલાઇ, 2022 સુધીનો હતો. સપાના અખિલેશ યાદવ અને માયાવતીએ ભાજપ પર રાજકીય ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપો કર્યા હતા. માયાવતીએ જણાવ્યું હતું કે સત્તા માટે ભાજપની ભૂખ હવે હવસમાં બદલાઈ ગઈ છે. તેમણે મોદી સરકારને લોકશાહી માટે ભયજનક ગણાવી હતી.

યોગી તથા 4 પ્રધાનો માટે રાજીનામાં પડ્યાની અટકળો

રાજીનામાંને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે ખાલી બેઠકો દ્વારા યોગી આદિત્યનાથ તથા તેમના ચાર પ્રધાનો ઉપલા ગૃહમાં જઈ શકે છે. યોગી ઉપરાંત કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, મોહસિન રઝા અને સ્વતંત્રદેવ સિંહ કોઈ પણ ગૃહના સભ્ય નથી. તેમણે 19 સપ્ટેમ્બર સુધીમાં કોઈ પણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી છે.

કોહલીસહિત બધા ક્રિકેટરો નોકરી છોડે....

રાજીનામાઆપવા કહ્યું છે જેથી નવા કરાર તૈયાર કરી શકાય. આવી ઘટના પ્રથમ વખત બની નથી. ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ પણ પ્રકારની ઘટનાના શિકાર થયા છે. ઘણા અધિકારીઓએ હિતોના ટકરાવના કારણે પોતાના પદ છોડવા પડ્યા છે. ભારતીય ક્રિકેટર્સ ઇન્કમટેક્સ ઓફિસ, બીએસએનએલ, ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ, એર ઇન્ડિયા, ઓએનજીસી અને રેલવેમાં માનદ પદે રહેલા છે.

હોમીભાભાની ક્રેશ થયેલી ફ્લાઈટના અવશેષ મળ્યા....

સંશોધનદરમ્યાન રોશેને હાથ તથા પગના ઉપરના ભાગનાં હાડકાં મળી આવ્યાં હતાં.

1966માં એર ઇન્ડિયાની બોઇંગ 707 ફ્લાઇટ બોમ્બેથી ન્યુયોર્ક જવા માટે રવાના થઈ હતી. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 117 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ભારતના મહાન પરમાણુ વિજ્ઞાની હોમી ભાભા પણ સામેલ હતા. પર્વતમાળા પર 1950માં એર ઇન્ડિયાની એક અન્ય ફ્લાઇટ પણ ક્રેશ થઈ હતી જેમાં 48 લોકોનાં મોત થયાં હતાં.

રોશેનું માનવું છે કે શિખર પરથી મળી આવેલો હાથ 1966ની બોઇંગ 707 ફ્લાઇટના મહિલા પેસેન્જરનો હોઈ શકે છે. તેણે વિમાનના ચાર જેટ એન્જિન પણ શોધી કાઢ્યાં હતાં. 10 દિવસ પહેલાં સ્થળેથી બે મૃતદેહના અવશેષો પણ મળી આવ્યા હતા. ડીએનએ તપાસમાં મૃતદેહ આલ્પ્સ પર્વત પર 75 વર્ષ પહેલાં ગુમ થયેલા ફ્રાન્સના દંપતીના હોવાની જાણ થઈ હતી.

પાઇલટ સૂચના સમજી નહીં શકતા ફ્લાઇટ ક્રેશ

117 લોકોનો જીવ લેનાર 1966ની વિમાન હોનારત નજીવી ભૂલને કારણે સર્જાઈ હતી. બોમ્બેથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ભૂલથી ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળા વિસ્તારમાં પહોંચી ગઈ હતી. કારણ હતું કે રેડિયો કન્ટ્રોલર દ્વારા અપાયેલી સૂચના સમજવામાં પાઇલટ થાપ ખાઈ ગયો હતો. હોનારતમાં ભારતીય વિજ્ઞાની ડૉ.હોમી ભાભાનું મોત થયું હતું. એક થિયરી એવી પણ વહેતી થઈ હતી કે અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઇએ દ્વારા કાવતરાના ભાગરૂપ ડૉ.ભાભાની હત્યા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...