દેશમાં 75 ટકા વાવેતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોના-ચાંદીમાં સપ્તાહ દરમિયાન ઝડપી તેજી જોવા મળી છે. ફેડ વ્યાજદર વધારવાના પગલે વૈશ્વિક સોનું ઉંચકાઇને 1275 ડોલર ઉપર બોલાઇ રહ્યું છે જ્યારે ચાંદી ઉંચકાઇને 16.75 ડોલર ક્વોટ થતી હતી. વૈશ્વિક બજારોની તેજી પાછળ સ્થાનિકમાં પણ સુધારાનો ટોન રહ્યો છે. વૈશ્વિક સોનું ઝડપી 1300 ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો છે. અમદાવાદ ખાતે શનિવારે સોનું 100 વધીને રૂા.29600 અને ચાંદી 200 ઉંચકાઇ 38900 ક્વોટ થતી હતી.


દેશમાં 75 ટકા વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 28 જુલાઇ સુધીમાં કુલ 791.34 (765.79) લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ગતવર્ષે કુલ ખરીફ વાવેતર 1062 લાખ હેક્ટરમાં હતું જ્યારે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ મુજબ વાવેતર 1058 લાખ હેક્ટરમાં રહ્યું છે. જે ગતીએ વાવેતર થઇ રહ્યું છે તેને ધ્યાને લેતા વર્ષે 1100 લાખ હેક્ટરને આંબી જાય તેવો અંદાજ છે. કઠોળનું વાવેતર વધીને 114.88 (107.44) લાખ હેક્ટરમાં, કપાસનું વધીને 111.55 (92.33, તેલીબિયાંમાં નીચા ભાવના કારણે વાવેતર વિસ્તાર ઘટીને 142.31 (156.65) લાખ હેક્ટરમાં રહ્યો છે. નબળા વાવેતર છતાં મોટા પાયે ખાદ્યતેલોની આયાતના કારણે ભાવ સપાટી ઢીલી રહી છે. સિંગતેલ ડબ્બો ઘટીને 1500 થઇ જશે તેવી શક્યતા છે.

સોનામાં ઝંઝાવાતી તેજી : 1275 ડોલરને ક્રોસ

દેશમાં 75 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર સંપન્ન : ખાદ્યતેલોમાં નરમ ટોન યથાવત

અન્ય સમાચારો પણ છે...