• Gujarati News
  • National
  • મોડી રાત સુધી એરપોર્ટ પર કોંગ્રેસી ધારાસભ્યોનાં વાતોનાં વડાં

મોડી રાત સુધી એરપોર્ટ પર કોંગ્રેસી ધારાસભ્યોનાં વાતોનાં વડાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમ હૈ રાહી બેંગલુરુ કે

} ધારાસભ્યોને જાણ કરે છે | અમદાવાદએરપોર્ટ પર ધારાસભ્યોને એકઠા કરીને બેંગ્લોર લઈ જવાતા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવળ, ધારાસભ્યોને પ્રવાસ અંગેની જાણ કરે છે.

} ક્યારે પ્લેન આવશે ?| અશ્વિનકોટવાલ અને અનિલ જોષીયારા સહિતના ધારાસભ્યો કયારે પ્લેન આવશે તેની રાહમાં....

} ક્લિક, સાવધાન| પ્લેનમાંમહેમદાવાદના ગૌતમ ચૌહાણ અને મહુધાના નટવરસિંહ ઠાકોરને કેમરાએ કેદ કરતાં સાવધાન થયા.

} હવે શું ?| લુણાવાડાનાધારાસભ્ય હીરા પટેલ સાથે સાથી ધારાસભ્યને હવે શું થશે તેવી વાતચીત કરી રહ્યા છે.

} ગુફતેગુ| દરિયાપુરનાગ્યાસુદ્દીન શેખ અન્ય ધારાસભ્ય સાથે .

} એલા, મારી ‘ટિકીટ’ ક્યાં | જોઇતારામદાંતાના ધારાસભ્યને ‘ટિકીટ’ દેખાડી રહ્યા હતા ત્યારે કાંકરેજના ધારાસભ્ય ધારસિંહે કહ્યું મારી ટિકીટ ક્યાં ?

} આનંદનો ઉદ્વેગ| આદિવાસીધારાસભ્યોના નેતા આનંદ ચૌધરી સાથી ધારાસભ્યોને લઇને ક્યારે નીકળી જઈએ તેની ચિંતામાં .....

} પ્રવાસ માટે સજ્જ| પાલનપુરનામહેશ પટેલ અને સાણંદના કરમશી કોળી પ્રવાસની પૂરી તૈયારી સાથે ગુજરાત છોડવા આતુર બન્યા છે.

} વ્યાકુળતા| વિરોધપક્ષનાનેતા મોહનસિંહ રાઠવા વધુ ઉતાવળમાં હોય તેમ વેટિંગ લોન્જમાં પણ વ્યાકુળ અને અમિત ચાવડા નિરાંતમાં....

} ત્રણેય ડાહ્યા ડમરા ...| ડીસાનાગોવા રબારી, બોરસદના રાજેન્દ્રસિંહ પરમાર અને પેટલાદના નિરંજન પટેલ જાણે શિસ્તબદ્ધ રીતે બેસી ગયા.

અન્ય સમાચારો પણ છે...