• Gujarati News
  • National
  • રાજપથ ક્લબમાં 12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ, 15મી પછી શરૂ થશે

રાજપથ ક્લબમાં 12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ, 15મી પછી શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્લબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલે કહ્યું કે, પાર્કિંગ ઉપર સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયું છે. ફક્ત ઈન્ટર્નલ કામગીરી બાકી છે. 15મીથી 19 ઓગસ્ટ દરમિયાન તે કાર્યરત થશે. સંકુલમાં ટેબલ ટેનિસની 6, બેડ મિંગ્ટનની 5, સ્ક્વોશ, બાળકો માટે ફૂટબોલ ટ્રેનિંગ ગ્રાઉન્ડ, 7 લિફ્ટ, ચિલ્ડ્રન એરિયાની સુવિધા છે. સ્વીમિંગ પુલ અને 140 મેમ્બર્સની કેપેસિટી ધરાવતું રેસ્ટોરાં, ફક્ત એક વર્ષમાં તૈયાર કરાયું છે. ક્લબમાં રૂ. 7 કરોડના ખર્ચે ફુડ કોર્ટનું રિનોવેશન કરાયું છે. જૂના ફુડ કોર્ટના સ્થાને ત્રણ માળનું અદ્યતન ફુડ કોર્ટ તૈયાર કરાયું છે. કુલ 400 વ્યક્તિઓની કેપેસિટી ધરાવતા ફૂડ કોર્ટનું બિલ્ડિંગ ફક્ત 8 મહિનામાં બનાવાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રેગ્યુલર ફુડ કોર્ટમાં 200 વ્યક્તિ, ફર્સ્ટ ફ્લોર પર ‘દાલચીની’ ફુડ કોર્ટમાં 100 વ્યક્તિ અને સેકન્ડ ફ્લોર પર ‘મેડ શેફ’ ફુડ કોર્ટમાં 100 વ્યક્તિની કેપેસિટી સહિતની નવું ફૂડ કોર્ટ બિલ્ડિંગ તૈયાર કરાયું છે.

ચાલુ વર્ષે 10 ડિરેક્ટર નિવૃત્ત થયા હતા અને ચૂંટણી માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. એક ફોર્મ પાછું ખેંચાતાં 10 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. જેમાં અનિલ શાહ, જિગીશ શાહ, ડો. વિક્રમ શાહ, બિપિન પટેલ, ડો. દિવ્યાંગ બ્રહ્મભટ્ટ, કંદર્પ અમિન, મનિષ શાહ, નગીન પટેલ, નરેન્દ્ર સોમાણી અને નૈનેષ પટેલનો સમાવેશ થાય છે.

એજીએમમાં 10 ડિરેક્ટર બિનહરીફ, હિસાબો પણ મંજૂર કરાયા

7 કરોડમાં ફૂડ કોર્ટ, 84 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું થિયેટર બનાવાયું

અન્ય સમાચારો પણ છે...