• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ વિરમગામ

અમદાવાદ |અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ વિરમગામ -

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ વિરમગામ - સામખિયાલી સેક્શનમાં માળિયા મિયાણા ખાતે રેલવે ટ્રેક ધોવાઈ જતા અમદાવાદથી કચ્છ તરફનો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને દરરોજ અનેક ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે અને સોમવારે પણ 19 જેટલી ટ્રેનો રદ કરવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવાની સાથે લાંબા અંતરની કેટલીક ટ્રેનો અમદાવાદ ખાતે અટકાવી દેવામાં આવી રહી છે.

રદકરાયેલી ટ્રેનો : અમદાવાદ- અજમેર, ગાંધીધામ - પાલનપુર, દાદર - બિકાનેર, ગાંધીધામ - જોધપુર, દાદર - ભૂજ, ભુજ - પાલનપુર, અમદાવાદ - ભગત કી કોઠી, અમદાવાદ - મહેસાણા, મહેસાણા - આબુરોડ, અમદાવાદ - પાટણ, ભૂજ - દાદર,

ડાયવર્ટકરાયેલી ટ્રેનો : ભૂજ- બરેલી, ગાંધીધામ - કામાખ્યા, ગાંધીધામ - હાવડા, બરેલી - ભૂજ, ભૂજ - બાંદ્રા, બાંદ્રા - ભૂજ, ગાંધીધામ - વિશાખાપટ્ટનમ, પુરી - ગાંધીધામ, બેંગલોર - ગાંધીધામ, શાલીમાર - ભૂજનો સમાવેશ થાય છે.

રેલવે |19 ટ્રેનો આજેય રદ કરાશે કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે

અન્ય સમાચારો પણ છે...