• Gujarati News
  • National
  • GST નંબર વિના ટ્રાન્સપોર્ટર્સ નાના વેપારીઓ પાસેથી માલ નથી લેતા

GST નંબર વિના ટ્રાન્સપોર્ટર્સ નાના વેપારીઓ પાસેથી માલ નથી લેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યભાસ્કર’ના ઉપક્રમે યોજાયેલા ‘જીએસટી રિટેલ અવેરનેસ સેમિનાર’ માં ટેક્સ એડવોકેટ પ્રદીપ જૈન અને પ્રોફિટ એનએક્સના વાઇસ પ્રેસિડેન્ટ અર્પિતા માંકડે વેપારીઓને જીએસટી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જીએસટી મુદ્દે હજુયે વેપારીઓમાં મૂંઝવણ જોવા મળે છે. વ્યવસ્થિત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની નેમ સાથે સેમિનારનું આયોજન કરાયું હતું.

પ્રદીપ જૈને કહ્યું કે, જીએસટીને કારણે ટ્રાન્સપોર્ટમાં હજી પણ લોકોને તકલીફ પડી રહી છે. રૂ.20 લાખથી ઓછા ટર્ન ઓવરમાં આવતા નાના વેપારીઓ પાસે પણ ટ્રાન્સપોર્ટમાં જીએસટી નંબર માંગવામાં આવે છે. જેના કારણે હજી નાના વેપારીઓ રાજ્ય બહારથી માલ નથી મંગાવી શકતા નથી. વેટમાં નાના વેપારીઓ પોતાનો પાન નંબર નાખીને ફોર્મ 403 જનરેટ કરી શકતા હતા, જે જીએસટીમાં થવાથી નાના વેપારીઓ ટ્રાન્સપોર્ટમાં માલ નથી મંગાવી શકતા કે મોકલી શકતા. જે વેપારીઓએ વ્યવસ્થિત ધંધો કરવો છે તેને કોઈ મુશ્કેલી પડશે નહીં. કોઈપણ પ્રકારની ગેરરીતિ કરનારને સમસ્યા થઈ શકે.

અર્પિતા માંકડે કહ્યું કે, જીએસટીમાં દર મહિને તા. 10, 15 અને 20 એમ ત્રણ રિટર્ન ફાઈલ કરવાના રહે છે. વેપારીઓને જીએસટીમાં અનેક મૂંઝવણો રહેલી છે. જીએસટીમાં બિલ બનાવવું ફરજિયાત છે. જેના માટે અમે એકદમ સરળ પ્રોફિટ લાઇટ નામનું સોફટવેર તૈયાર કર્યું છે. જેની મદદથી કોઇ પણ વેપારી પોતાના બિઝનેસને સરળ રીતે ચલાવી શકે છે. વેપારીઓએ રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં કેવી રીતે ટેક્સ ભરવો તે અંગે અમારું સોફટવેર મદદરૂપ સાબિત થશે. નિયમિત રિટર્ન ફાઈલ કરનારા વેપારીને સ્ટાર અપાશે.

GSTનો પ્રથમ હપતો 20 ઓગસ્ટ પહેલાં ભરવાનો રહેશે

વેપારીઓને 1 વર્ષ માટે ફ્રીમાં સોફ્ટવેર અપાશે

^કમ્પ્યુટરનુંનોલેજ નથી તેવા વેપારી માટે સરળ સોફટવેર તૈયાર કર્યું છે. તેમાં બિલ બનાવાથી લઇને, કઇ પ્રોડકટ પર કેટલો ટેક્સ તેની માહિતી છે. પ્રોફિટ લાઇટ સોફટવેર તમામ વેપારીને એક વર્ષ માટે ફ્રી અપાશે. તકલીફ હોય તો 9429955898 હેલ્પ લાઇન નંબર પર મદદ લઇ શકે છે. > અર્પિતામાંકડ, વાઇસપ્રેસિડેન્ટ પ્રોફિટ NX

સ્ટારથી વેપારીની વિશ્વસનીયતા પરખાશે

^નિયમિતરિટર્ન ફાઇલ કરતા તેમજ બિઝનેસમાં ટ્રાન્સપરન્સી રાખતા વેપારીઓને સ્ટાર અપાશે.વધુ સ્ટારવાળા વેપારીઓ પર વધારે વિશ્વાસ રાખીને વધારે બિઝનેસ થશે. વેપારીની વિશ્વસનિયતાની ખબર પડશે. હાલમાં એન્ટી પ્રોફીટિયરિંગ કાયદાની જોગવાઇ 171 મુજબ નક્કી થવાનું બાકી છે. > પ્રદીપજૈન, ટેક્સએડવોકેટ

પ્રશ્ન : જીએસટીમાં અમારો નફો બધાને ખબર પડી જશેω?

જવાબ: જીએસટીથીટ્રાન્સપરન્સી છે જેથી નફાના પ્રમાણનો ખ્યાલ આવી જશે.

અમારેજીએસટીનો પ્રથમ હપતો કયારે ભરવાનો રહેશેω?

જીએસટીનોપ્રથમ હપતો 20 ઓગસ્ટ પહેલા ભરવાનો રહેશે.

જીએસટીમાંકોઇ ડિપોઝીટ આપવાની રહેશેω?

જીએસટીમાંકોઇ પ્રકારની ડિપોઝીટ આપવાની રહેશે નહીં.ω

જીએસટીમાટે કોઇ કચેરી કે ઓફિસમાં જવાનું રહેશેω?

જીએસટીમાટે કોઇ પણ કચેરી કે ઓફિસમાં જવાનું રહેશે નહીં, તમામ વ્યવહાર ઓન લાઇન કરવાના રહેશે જેનાથી ટ્રાન્સપરન્સી વધશે અને ઝડપી કાર્ય થશે.

આઇજીએસટીમાંસેવા અને માલનું બિલ કેવી રીતે બનાવુંω?

જેનામાટે પ્રોફિટએનએક્સમાં સરળ રીત આપવામાં આવી છે.

એડવાન્સપેમેન્ટમાં ટેક્સ ભરવો પડશેω?

એડવાન્સપેમેન્ટમાં એક મહિનામાં બિલ બની જાય તો અને પેમેન્ટ આવી જાય તો ટેક્સ ભરવો પડે.

વકર્સકોન્ટ્રાકટરોએ ખનીજ ચીજો પર કેટલો ટેકસ લાગેω?

કોન્ટ્રાકટનોખનીજ વસ્તુઓ પર 28 ટકા જીએસટી ટેક્સ લાગે છે.

જીએસટીમાંબિલ બનાવવું ફરજિયાત છેω?

જીએસટીમાંબિલ ફરજિયાત બનાવવું પડે છે.

‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે યોજાયેલા જીએસટી રિટેલ અવેરનેસ સેમિનારમાં નિષ્ણાતોએ વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નિયમિત રિટર્ન ફાઇલ કરતા વેપારીને સ્ટાર અપાશે

‘દિવ્ય ભાસ્કર’ના રિટેલ અવેરનેસ સેમિનારમાં નિષ્ણાતોનું માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...