તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉપરદળ ગામના બંધ અને આંબા બંધને નર્મદાના પાણી ભરવા ખેડૂતોની માંગ

ઉપરદળ ગામના બંધ અને આંબા બંધને નર્મદાના પાણી ભરવા ખેડૂતોની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજીલ્લાના સાણંદ તાલુકાના અને આજુબાજુના ગામોનાં તળાવને નર્મદાના પાણી ડાંગરના પાકની સિંચાઈ માટે ભરવા માટે ખેડૂતોની માંગણી ઉભી થયેલી છે.

વિશેષ માહિતી આપતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કિશન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય કંચનબેન પટેલ જણાવ્યું કે સાણંદ તાલુકા ના ના નળકાંઠા વિસ્તાર માં સિંચાઈ માટે કેનાલો ની કોઈ વ્યવસ્થા બ્નાથી ત્યારે વિસ્તાર માં આવેલા ઉપરદળ ગામનું આંબા બંધસરકારની માલિકીનું ૮૦ એકર ક્ષેત્રફળ ધરાવતું છે. જે ભરવાથી આજુ બાજુના કુવાઓમાં પાણી રિચાર્જ થવાથી શિયાળુ પાક માટે પણ ખેડૂતો ઓઈલ એન્જીન અને ઇલેકટીક મોટરથી પાણી મેળવીને સિચાઇ કરી પાક મેળવી શકે. છેલ્લા ત્રણ વર્ષથી નળકાંઠા વિસ્તારોમાં અપૂરતા વરસાદથી ખેડૂતો દેવાના ડાંગર નીચે દબાવેલ છે. તેવા સંજોગોમાં ઉપરોક્ત બંધોને તાત્કાલિક નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની પ્રબળ મગની ઉભી થવા પામેલ છે.

નળકાંઠામાં કેનાલની વ્યવસ્થા નથી

અન્ય સમાચારો પણ છે...