તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘રોડ કેમ ધોવાયા, યુ ગીવ મી રિયલ રિઝન’

‘રોડ કેમ ધોવાયા, યુ ગીવ મી રિયલ રિઝન’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનારોડથી નાગરિકો ત્રાહિમામ્ છે ત્યારે ગુરુવારે મળેલી કમિશનરની રિવ્યૂ બેઠકમાં અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડના મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો. કમિશનર મુકેશકુમારે એન્જિનિયરોને તતડાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘રોડ કેમ ધોવાયા ,યુ ગીવ મી રિયલ રિઝન નહીં તો હવે જવાબદારને નોટિસ આપીશ, આવુ નહીં ચલાવી લેવાય.’ સ્ટેન્ડિંગ કમિટીમાં વટવાના મહિલા સભ્ય પુષ્પાબેને કહ્યું, ‘અમારા ધારાસભ્ય પ્રદીપસિંહે પણ રોડ તૂટેલા છે તે મુદ્દે ટકોર કરી હતી અને રાઉન્ડ લેવા કહ્યું હતું, એક પણ રોડ સારા રહ્યાં નથી’. રોડ પ્રોજેક્ટના સિટી ઈજનેરે શહેરમાં માત્ર સાડા પાંચ કિલોમીટરના રોડ ધોવાયા હોવાનો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ કર્યો હતો.

રોડની દુર્દશા જોઈને પ્રથમ વખત કમિશનરે અધિકારીઓને નોટિસ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. અધિકારીઓ તરફથી કરેલી દલીલને તેમણે ગણકારી હતી નહીં. અન્ય એક સભ્ય ઈલાબેન અખબારી માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા તૂટેલા રોડનુ લિસ્ટ અધિકારીઓને બતાવ્યું હતું. દરેક સભ્યની રજૂઆત સાંભળીને ચેરમેન પ્રવીણ પટેલે સ્પષ્ટ તાકીદ કરી હતી કે, ‘રોડ ઓછા બનશે તો ચાલશે પણ ધોવાશે તો બિલકુલ નહીં ચાલે.’

1 કિમીના મટીરિયલ્સમાંથી 18 કિમીનો રોડ તૈયાર થાય છે

ઈજનેરવિભાગના અધિકારીઓએ દલીલ કરી હતી કે, 1 કિમીના મટીરિયલ્સમાંથી 18 કિમીનો રોડ બને છે. સાંભળની કમિશનરે કહ્યું હતું કે સરકારના રેટ પ્રમાણે તમે કામગીરી કરો ને,ક્વોલિટીમાં સમાધાન કરવાની જરૂરિયાત શું કામ ઊભી થાય .

રોડધોવાતા 8 કોન્ટ્રાક્ટરને નોટિસ

તપોવનઅને અમદુપુરા ખાતેનો જે રોડ તૂટ્યો હતો તે કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જે જે રોડ ધોવાયા છે તે બનાવનારા આઠ જેટલા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે.

હોબાળો થતાં સ્ટેન્ડિંગના ચેરમેને કહ્યું, રોડ ઓછા બને તો ચાલશે, ધોવાશ તે નહીં ચાલે

રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે એન્જિનિયરોને તતડાવ્યા

અન્ય સમાચારો પણ છે...