તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5 કરોડની GST ચોરી કરનારને 5 વર્ષની જેલ

5 કરોડની GST ચોરી કરનારને 5 વર્ષની જેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે યોજાયેલ ‘જીએસટી નોલેજ સિરીઝ’ સેમિનારમાં ટેક્સ એડવોકેટ પ્રદીપ જૈન, ધ્રુવેન શાહ અને કસ્ટમ સુપરીન્ટેન્ડેન્ટ રાજુભાઈ જેટલીએ વેપારીઓને જીએસટી અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. જીએસટી મુદ્દે હજુયે વેપારીઓમાં મૂંઝવણ અને ગૂંચવાડો જોવા મળે છે. અંગે વ્યવસ્થિત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની નેમ સાથે સેમિનારનું આયોજન કરાયું હતું.

પ્રદીપ જૈને કહ્યું કે, જીએસટીમાં જેલની સજાની જોગવાઈ અંગે ગેરસમજ પ્રવર્તે છે. પરંતુુ રૂ. 5 કરોડની કરચોરી કરે તેને 5 વર્ષની જેલની સજા થશે. જેન્યુઈન વેપારીએ જરાયે ગભરાવાની જરૂર નહીં. જે વેપારીઓએ વ્યવસ્થિત ધંધો કરવો છે તેને કોઈ મુશ્કેલી પડશે નહીં. કોઈપણ પ્રકારની ગેરરીતિ કરનારને સમસ્યા થઈ શકે. ધ્રુવેન શાહે કહ્યું કે, જીએસટીમાં એક રિટર્ન ફાઈલ કરવાનું છે. જુદા જુદા સીધા અને આડકતરા વેરા રદ થયા છે અને સિંગલ ટેક્સ લાગુ થવાથી કેસ્કેન્ડિંગ ઈફેક્ટ થશે નહીં.

જીએસટીમાં બિલ બનાવવું ફરજિયાત છે. નાના વેપારીઓ માટે ઉચ્ચકવેરાની જોગવાઈ રખાઈ છે. રાજુ જેટલીએ કહ્યું કે, જીએસટી અંગે માર્ગદર્શન આપવા સુવિધા કેન્દ્ર શરૂ કરાયા છે. કાયદામાં નિકાસકારોને રિફંડ ઝડપથી મળે તે માટે રિફંડની પદ્ધતિ સરળ બનાવાઈ છે.

શિપિંગ બિલમાં જીએસટી નંબર સાથે ડેટા અપલોડ કરવાનો છે અને 15 દિવસમાં સ્ક્રુટિની થયા પછી 7 દિવસમાં 90 ટકા રિફંડ અપાશે. જો કોઈ કારણસર રિફંડ મેળવવામાં 60 દિવસથી વધુ વિલંબ થાય તો તે માટે 6 ટકા વ્યાજ અપાશે. વેપારી પોતાના વ્યવસાય સિવાયની ચીજનું વેચાણ કરે તો તેના પર જીએસટી લાગશે નહીં.

ગેરમાર્ગે દોરવાશો નહીં

^જીએસટીઅંગે વોટ્સઅેપ પર મેસેજ આવતા હોય છે. વોટ્સઅેપના મેસેજ ભરોસાપાત્ર નથી. જીએસટીની વ્યવસ્થિત માહિતી વેબસાઈટ પર જઈને મેળવી શકાય છે. વેબસાઈટ પરથી રિફંડ, રિટર્ન ફાઈલિંગ વગેરે અંગેની તમામ માહિતી સરળતાથી મળશે. > રાજુભાઈજેટલી, કસ્ટમસુપરિન્ટેન્ડેન્ટ

જોબવર્કના માલ પર ક્રેડિટ

^જોબવર્કમાંમાલની સાથે સાથે સર્વિસીસને સાંકળી લેવાઈ છે. જોબવર્કમાં પડેલા માલ પર ક્રેડિટ મળશે. ઉત્પાદકે અધિકારીને જોબવર્ક અંગેની વિગતો આપવાની રહેશે. જોબવર્ક કરનારે જે વેપારી કે પાર્ટીનો માલ હોય તેની વિગતો સુપરત કરવાની રહેશે. > પ્રદીપજૈન, ટેક્સએડવોકેટ

{ પ્રશ્ન: જીએસટીમાં લાલિયાવાડી ચાલે?

જવાબ: જીએસટીમાંવેપારીએ વિગતો આપવાની રહેશે અને રિટર્નમાં અને એકાઉન્ટમાં દર્શાવેલી વિગતો મેચ કરાશે.

{રૂ.20 લાખથી ઓછું ટર્ન ઓવર છે, જીએસટી નંબર આવી ગયો છે, હવે કેન્સલ કરાવું તો શું નુકસાન?

કોઈનુકસાન નથી.

મમરા,પૌંઆનો ધંધો છે, વાર્ષિક ટર્ન ઓવર રૂ. 30 લાખ છે.રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી?

મમરા,પૌંઆનુંબ્રાન્ડિંગ,પેકિંગ કરાવ્યું હોય તેમજ રૂ.20 લાખથી વધુનું ટર્નઓવર હોય તો રજિસ્ટ્રેશન લેવું પડે.

ધંધામાંરોજનો રૂ. 5 હજારથી વધુ ખર્ચ બાદ મળે . ખર્ચ જુદા જુદા હેડમાં દર્શાવવાનો હોય?

વેપારીનેધંધામાં રોજનો રૂ.5 હજાર સુધીનો ખર્ચ બાદ મળી શકે. તેથી વધુ ખર્ચ બાદ મળશે નહીં.

જુલાઈનોટેક્સ ક્યારે ભરવાનો થાય?

જુલાઈનોટેક્સ 20 ઓગસ્ટ પહેલાં.

વર્ક્સકોન્ટ્રાક્ટ, રેતી, સહિતની ચીજો પર કેટલો ટેક્સ?

કોન્ટ્રાક્ટ,રિઅલ એસ્ટેટ પર ઉચ્ચક વેરો મળે. રિઅલ એસ્ટેટ-કન્સ્ટ્રક્શન પર 28% જીએસટી.

ગિફ્ટઆર્ટિકલમાં ટર્નઓવર રૂ. 20 લાખ, રજિસ્ટ્રેશન લેવું જરૂરી છે?

રૂ.20લાખનું ટર્ન ઓવર હોય તો રજિસ્ટ્રેશન લેવું જરૂરી નથી.

ભવિષ્યમાંપેટ્રોલિયમ પ્રોડક્ટ પર જીએસટી લાગુ પડશે?

પેટ્રોલિયમપ્રોડક્ટ્સ પર જીએસટી લાગુ કરવા અંગે જીએસટી કાઉન્સિલ નિર્ણય લેશે.

^હાલ પેટ્રોલ, આલ્કોહોલ, વીજળીને જીએસટીમાંથી બાકાત રખાયા છે. ભવિષ્યમાં ચીજસ્તુઓને પણ જીએસટી હેઠળ આવરી લેવાશે. રાજ્યોને થતી આવક અંગે કોઈ માઠી અસર પડે તે સહિતના ટેક્નિકલ કારણોસર તેના પર જીએસટી લાગુ કરાયો નથી. > ધ્રુવેનશાહ, ટેક્સએડવોકેટ.

એકાઉન્ટમાં અને રિટર્નમાં દર્શાવાયેલી વિગત મેચ કરાશે

ભવિષ્યમાં પેટ્રોલને જીએસટી હેઠળ આવરી લેવાશે

જીએસટીમાં બિલ બનાવવું ફરજિયાત, નાના વેપારીઓ માટે ઉચ્ચક વેરાની જોગવાઈ, નિકાસકારોને ઝડપી રિફંડ

‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે યોજાયેલા જીએસટી નોલેજ સિરીઝ સેમિનારમાં નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે એએમએ ખાતે યોજાયેલા જીએસટી નોલેજ સિરીઝમાં ટેક્સ એડવોકેટ પ્રદીપ જૈન, ધ્રુવેન શાહ અને કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ રાજુ જેટલીએ વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...