તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીના 16 શુટર્સ પાંચમી વેસ્ટ ઝોન શુટિંગ ચેમ્પિયનશિપ (શોટગન)માં ભાગ લેશે

સિટીના 16 શુટર્સ પાંચમી વેસ્ટ ઝોન શુટિંગ ચેમ્પિયનશિપ (શોટગન)માં ભાગ લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
36મી ગુજરાત સ્ટેટ ટ્રેપ ચેમ્પિ. ગોલ્ડ મેડલ વિજેતા સુહેલ સૈયદ (વચ્ચે), સિલ્વર મેડલ વિજેતા હર્ષલ પટેલ, બ્રોન્ઝ મેડલ વિજેતા આશિષ અમીન

અમદાવાદના 16શુટર્સ પુણે ખાતે યોજાનાર પાંચમી વેસ્ટ ઝોન શુટિંગ ચેમ્પિયનશિપ (શોટગન)માં ભાગ લેશે. સ્પર્ધા 20 થી 25 જુલાઇની વચ્ચે પુણે પાસે આવેલા બેલવાડીના શિવછત્રપતિ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં યોજાશે. ચેમ્પિયનશિપમાં વેસ્ટ ઝોનના મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ રાજ્યના અને દિવ-દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશના ખેલાડીઓ ભાગ લેશે. ચેમ્પિયનશિપ નેશનલ રુલની રમાશે. ચેમ્પિયનશિપમાં ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટની સ્પર્ધાઓ યોજાશે. અમદાવાદના 16 શુટર્સ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં સુહેલ સૈયદ, હર્ષલ પટેલ, આશિષ અમીન, કેતન પટેલ, કૃષ્ણકુમાર બાઝ, નિઝામુદ્દીન મલિક, શિરાજ દેસાઇ, ફકિર આઇ, ઇમરાનખાન મલિક, ઓબિદ કુરેશી, ઉનેઝ કુરેશી, અવધ અમિન, વેગ ગાંધી, જુગ્નુ ગાંધી, જીતેન્દ્રસિંહ રાઠોડ, સામી કોરેશી ભાગ લેશે. ઉપરાંત કેટલાક ખેલાડી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવશે.

અમદાવાદના સુહેલ સૈયદ, હર્ષલ પટેલ, આશિષ અમીન પર મુખ્ય નજર રહેવાની છે. તેઓ હાલમાં બિલીમોરા ખાતે યોજાયેલી ૩૬મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શુટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ ત્રણમાં સ્થાન પામ્યા હતા. જેમાં સુહેલ સૈયદે 50માંથી 49 ક્લેય હીટ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સુહેલ પહેલી એવી વ્યક્તિ બન્યા હતા કે જેણે ગુજરાત સ્ટેટ ટ્રેપ શુટિંગ ચેમ્પિયનશિપમાં પહેલીવાર 50માંથી 49 કલેય હીટ કરી હોય. ઉપરાંત હર્ષલ પટેલે 50માંથી 45 અને આશિષ અમીને 50માંથી 44 ક્લેય હિટ કરી હતી. હર્ષલ પટેલને સિલ્વર મેડલ અને આશિષ અમીનને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત ઇમરાન ખાન, સમી કુરેશી, અવધ અમીન પણ મહત્વની ભૂમિકા ભજવશે.

Shooting

અન્ય સમાચારો પણ છે...