તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી એન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ઘરની બહાર 27 વર્ષથી ખોવાયેલા પુત્ર અંગેનું બોર્ડ જોઈ ફિલ્મ બનાવી : મળ્યા અનેક એવોર્ડ-નોમિનેશન્સ

1989માંમોહિત નામનો એક છોકરો ઘરેથી ગુમ થઈ જાય છે. શોધમાં આકાશ-પાતાળ એક કરવા છતાં કોઈ ભાળ મળતી નથી. વાતને આજે 27 વર્ષ થયા. જીવે છે કે નહીં પણ ખબર નથી છતાં મોહિતના પિતાએ તેના પાછા આવવાની આશામાં આજે પણ ઘરની બહાર એના વિશેનું બોર્ડ લગાવ્યુ છે. જેમાં નાના મોહિતની તસવીર છે. સમય વિતતા તેની તસવીર પર દાઢી-મુછ પણ સ્કેચ કરીને બનાવાઈ છે. આવી વેદના અનેક માતા-પિતાઓ અનુભવે છે જેમના બાળકો ગુમ થયા છે. જેને ધ્યાનમાં રાખીને ભાવિન ત્રિવેદીએ એક ફિલ્મ બનાવી - ‘રોલ નંબર 56’. જેની ટેગલાઈન છે કે - દર વર્ષે દેશમાંથી અંદાજે 7 લાખ બાળકો ઘર છોડીને ભાગી જાય છે. હજૂ જેની રિલિઝ પણ બાકી છે તેવી ફિલ્મને અત્યાર સુધીમાં બે એવોર્ડ અને અનેક નેશનલ-ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટમાં નોમિનેશન મળ્યું છે.

ડિરેક્ટર ભાવિન ત્રિવેદી કહે છે કે, ‘કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ જોઈને મેં નક્કી કરેલુ કે હું મારી પહેલી ફિલ્મ કોમર્શિયલ નહીં બનાવું. 27 વર્ષે પણ ગુમ બાળકની રાહ જોતા રાજકોટના પરિવારને જોઈને કોન્સેપ્ટ પર કામ કરવાનો વિચાર આવ્યો અને બે-ત્રણ વર્ષ રિસર્ચ કરીને સ્ક્રિપ્ટ લખી. રિસર્ચમાં જાણવા મળ્યું કે દેશમાં દર 20 મિનિટે એક બાળક ઘર છોડીને ભાગી જાય છે. જેના માટે માતા-પિતાની અપેક્ષાઓનું ભારણ, શિક્ષકોનું પ્રેશર અને આપણી એજ્યુકેશન સિસ્ટમ જવાબદાર છે. દરેક માતા-પિતાએ બાળકને સમજવા જોઈએ અને તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ.’

અન્ય સમાચારો પણ છે...