તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |એસીપીસીના ઉપક્રમે હાથ ધરવામાં આવેલી ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની

અમદાવાદ |એસીપીસીના ઉપક્રમે હાથ ધરવામાં આવેલી ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |એસીપીસીના ઉપક્રમે હાથ ધરવામાં આવેલી ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 40,000 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 14275 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ 13404 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 16079 જેટલી પિન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.

એમઈમાટે 6567નું રજિસ્ટ્રેશન : પ્રવેશકમિટીના ઉપક્રમે એમઈ-એમફાર્મની રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થઈ છે. જે અંતર્ગત એમઈ માટે 6567 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે,જ્યારે 6387 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેેરિફિકેશન કરાવ્યું છે. બીજી તરફ એમફાર્મ માટે 687 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 666 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે.

શિક્ષણ | ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી માટે 14275નું રજિસ્ટ્રેશન

અન્ય સમાચારો પણ છે...