તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ગરીબ રેખામાં સમાવિષ્ટ હોવા છતાં લોકોને બીપીએલ કાર્ડ મળતા

અમદાવાદ |ગરીબ રેખામાં સમાવિષ્ટ હોવા છતાં લોકોને બીપીએલ કાર્ડ મળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગરીબ રેખામાં સમાવિષ્ટ હોવા છતાં લોકોને બીપીએલ કાર્ડ મળતા નથી કે રેશનિંગ કાર્ડ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. ગરીબ દર્દીઓ વિવિધ રોગ હેઠળ સારવાર લેતા હોય છે. સારવાર ફ્રી થાય તે માટે રેશનકાર્ડ કઢાવવા અરજી કરે છે. પરંતુ અન્ન નાગરિક પુર‌વઠા અધિકારીઓ તેમને ધક્કા ખવડાવી રહ્યા હોવાનો સામાજિક કાર્યકર રોહિત શાહે આક્ષેપ કર્યો છે. કેન્સરની સારવાર લેનાર અરજદાર ફિરોઝ શેખે રેશનકાર્ડ માટે અરજી કરી હતી. પરંતુ તેમને હજી રેશનકાર્ડ નહીં આપી ધક્કા ખવડાવતા હતાં. રેશનકાર્ડ તૈયાર હોવા છતાં અરજદારને નહીં અપાતા ઓફિસમાં જઇ હોબાળો કર્યો હતો. હોબાળા બાદ અધિકારીએ રેશનકાર્ડ ફાળવી દીધું હતું. અરજદારે કહ્યું કે મેં તમામ પુરાવા આપ્યા હોવા છતાં મને રેશનકાર્ડ અપાતું હતું.

અન્ય સમાચારો પણ છે...