તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીર રાજપૂત | અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીર રાજપૂત | અમદાવાદ

અનંતનાગપાસે અાતંકવાદી હુમલાને કારણે ભગવાન અમરનાથની યાત્રા લોહિયાળ બની છે, અને સાતથી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જાણવાની વાત છે કે, સરહદને મામલે એકબીજા સામે બંદૂકો તાણતા ભારત-પાકિસ્તાન સહિતનાં દેશો કુદરતી આફતોથી સતર્ક રહેવા માટે હવામાનનાં આંકડાઓની નિયમિત એકબીજા સાથે આપ-લે કરે છે. માનવ સર્જિત આફત સામે ભલે દેશો આંખ આડા કાન કરતાં હોય પણ કુદરતી આફતો સામે નતમસ્તક રહે છે.

અમદાવાદ સહિત દેશનાં વિવિધ મુખ્ય હવામાન સ્ટેશન દ્વારા દરરોજ સવારે 5.30 કલાકથી લઇને રાત્રે 2.30 વાગ્યા સુધી દર ત્રણ કલાકે સેટેલાઇટ દ્વારા સરફેસ ઓબ્ઝર્વેશન કરાય છે. તેવી રીતે ભારતની સરહદ સાથે જોડાયેલાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત અમેરિકા, ઇરાન અને ઇરાક સહિતનાં દેશોનાં હવામાન વિભાગ દ્વારા દર ત્રણ કલાકે હવામાનનું મોનિટરિંગ કરાય છે.

આનંદની વાત છે કે, સરહદને મામલે યુદ્ધની સ્થિતિ પેદા થઇ હોવા છતાં તમામ દેશનાં હવામાન ખાતા દ્વારા કરાતા મોનિટરિંગનાં આંકડાની એકબીજા સાથે નિયમિત આપ-લે કરે છે, અને આંકડાઓને આધારે હવામાનમાં થતાં ફેરફાર સહિત લોપ્રેશર અને ડિપ્રેશનની માહિતી મેળવીને કુદરતી આફત સામે હંમેશાં સતર્ક રહે છે.

કુદરતી આફતથી બચવા હવામાનનાં આંકડાઓ ટ્રાન્સફર કરતાં દેશો આતંકવાદને નાથવા માટે એક જૂથ થાય તો આતંકવાદીનાં ખૂની ખેલને મહદઅંશે રોકી શકાય.

અન્ય સમાચારો પણ છે...