• Gujarati News
  • National
  • વૈશ્વિક સોનું ફરી તૂટી 1240 ડોલર અંદર: ચાંદીમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ

વૈશ્વિક સોનું ફરી તૂટી 1240 ડોલર અંદર: ચાંદીમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

બૂલિયનમાર્કેટમાં બે તરફી રેન્જમાં બજાર અથડાઇ રહી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારા બાદ સોનામાં તેજી અટકી ગઇ છે. જોકે, વૈશ્વિક સોનું ઉંચકાઇને 1260 ડોલર સુધી પહોંચ્યા બાદ ઘટીને અત્યારે 1240 ડોલર નજીક ક્વોટ થવા લાગ્યું છે. સોનાની સાથે ચાંદીમાં પણ નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. ચાંદી ઘટી 16.46 ડોલર બોલાઇ ગઇ છે. વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક માર્કેટમાં પણ ઘટાડો રહ્યો છે. જોકે, ઇદના તહેવારના કારણે આજે વેપારો સામાન્ય હતા. મોટા ભાગની માર્કેટો બંધ રહી હતી. નવીદિલ્હી ખાતે સોનું 125 ઘટીને 29100 અને ચાંદી ઘટી 39950 ક્વોટ થતી હતી. સ્થાનિક માર્કેટમાં ઘટાડાનો મુખ્ય આધાર ડોલર સામે રૂપિયામાં કેવી ચાલ રહે છે તેના પર રહેલો છે. હાજર બજારની સાથે વાયદામાં પણ બે તરફી વધઘટ રહી છે.

અન્ય સમાચારો પણ છે...