DyMC બચાણીની બદલી, મ્યુનિ.માં અનુભવી અધિકારીઓ રહ્યાં
અમદાવાદની ભૌગોલિક સ્થિતિથી અજાણ અધિકારીની નિમણુક
મ્યુનિસિપલકોર્પોરેશનના વધુ એક ડેપ્યુટી કમિશનર કે.એલ.બચાણીની શનિવારે બદલી કરવામાં આવી હતી. ચોમાસાના દિવસોમાં કોર્પોરેશન પાસે અનુભવી ડેપ્યુટી કમિશનર રહ્યાં નથી.
ચોમાસાની સીઝન અમદાવાદ શહેર માટે ભારે ગણાય છે. આવા સંજોગોમાં વરસાદ પૂર્વે તત્કાલીન ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણની બદલી કરાઈ હતી. હવે કે.એલ.બચાણીની બદલી કરાતાં અન્ય ડેપ્યુટી કમિશનરમાં જે.એસ.પ્રજાપતિ, ડી.એ.શાહ, રાકેશ શંકર અને એચ.એસ.ગોસાવી તથા બચાણીના સ્થાને આવેલા અધિકારીઅોની આખી ટીમ નવી છે જેમણે અમદાવાદનુ ચોમાસુ જોયુ નથી અને અમદાવાની ભૌગોલિક સ્થિતિનો પણ પૂરતો ખ્યાલ નથી. આર્જવ શાહ એક માત્ર ડેપ્યુટી કમિશનર જૂના રહ્યાં છે. અત્યાર સુધી વહીવટ વિભાગનો હવાલો સી.આર.ખરસાણ પાસે હતો. તેમની બદલી થવાથી કે.એલ.બચાણીને હવાલો સોંપવામાં આવ્યો હતો અને પુન: તેમાં ફેરફાર કરવામાં આવશે. વહીવટ વિભાગમાં ફેરફાર કરવાથી અન્ય ખાતાઓમાં પણ ફેરફાર કરવો પડશે.