તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બગોદરામાં બિહારના રાજયપાલનો સત્કાર સમારંભ યોજાશે

બગોદરામાં બિહારના રાજયપાલનો સત્કાર સમારંભ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાનાબગોદરામાં શીવમ વિધાલય પાસે અમદાવાદ જિલ્લા સમસ્ત કોળી પટેલ સમાજ દ્વારા સમાજના ગૌરવ સમાન બિહાર રાજયના મહા મહીમ રાજયપાલ રામનાથ કોવિંદજીનો આદર સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેજ, સમીયાણો બાંધવામાં આવ્યો છે. સમાજ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી. સત્કાર સમારંભમાં બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, ધંધુકા, ધોલેરા તાલુકા,જિલ્લા કોળી પટેલ સમાજના આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ, બહેનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...