તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સ 166 ઘટ્યો છતાં 31000ની સપાટી જાળવી

સેન્સેક્સ 166 ઘટ્યો છતાં 31000ની સપાટી જાળવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મોલકેપ, મિડકેપ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિત મોટાભાગના સેક્ટરમાં પ્રોફીટ બુકિંગનું પ્રેશર રહ્યું હતું. અધૂરામાં પૂરું મોડી સાંજે એપ્રિલ માસમાં રિટેલ ફુગાવો ઘટ્યો હોવા સામે આઇઆઇપી ગ્રોથ ઘટી 3.1 ટકા થયો હોવાના સમાચારો ચિંતાજનક હોવાથી નિષ્ણાતો મંગળવારની ચાલ અંગે પણ નકારાત્મક સૂર વ્યક્ત કરી રહ્યા છે.

વોલેટિલિટીડામવા 52 સ્ક્રીપ્સ S+ હેઠળ: બીએસઇખાતે વધુ પડતી વોલેટિલિટીને ડામવા માટે 52 સ્ક્રીપ્સને એસ પ્લસ ફ્રેમવર્ક હેઠળ ખસેડવામાં આવી છે. સેગમેન્ટ હેઠળ બે કેટેગરીમાં વહેંચાય છે. એક નોર્મલ રોલિંગ ધોરણે એસએસ ગ્રૂપ અને ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે એસટી ગ્રૂપમાં ખસેડાતી હોય છે. 23 સ્ક્રીપ્સને એસએસ ગ્રૂપમાં અને બાકીની સ્ક્રીપ્સને એસટી ગ્રૂપમાં ખસેડાઇ છે. એસએસ ગ્રૂપમાં આલ્ફા ટ્રાન્સફોર્મર્સ, અપલ્યા ક્રિએશન, બ્લુ સર્કલ સર્વિસિસ, કેમસન બાયોટેકનો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે એસટીમાં એઆરસી ફાઇ., બ્લુ પર્લ ટેક્સપીન, ધનવર્ષા ફીનવેસ્ટ, ગુજરાત ક્રેડિટ કોર્પોરેશન, કૌશલ ટેલિલિન્ક, મિડાસ ઇન્ફ્રા, પ્રાજ બોસમી, યુકેન ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની માત્ર 8 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ઇન્ફોસિસ 1.60 ટકા વધી રૂ. 963.80 અને સન ફાર્મા 1.59 ટકા વધી રૂ. 533.15ના મથાળે રહ્યા હતા. જ્યારે 22 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. તે પૈકી લાર્સન 2.29 ટકા, તાતા મોટર્સ 2.29 ટકા, વીપ્રો 1.95 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.88 ટકા, બજાજ ઓટો 1.37 ટકા ઘટ્યા હતા.

FII-DIIબન્ને વેચવાલ: વિદેશીનાણાકીય સંસ્થાઓની આજે રૂ. 169.25 કરોડની નેટ વેચવાલી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 63.11 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી. જે સેન્ટિમેન્ટ ખરડવામાં મુખ્ય ભૂમિકામાં રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થનેગેટિવ: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2875 પૈકી 1019 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1673 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું બની રહ્યું છે.

વૈશ્વિકશેરબજારોમાં સાર્વત્રિક ઘટાડાની ચાલ: યુકેનાઇલેક્શન બાદ ફ્રાન્સના ઇલેક્શનની પણ વાટ જોવાઇ રહી છે. યુએસ ફેડની પણ વ્યાજદર વધારાની બેઠક મળી રહી છે. તે ઉપરાંત ઇસીબીની બેઠક તેમજ અન્ય નકારાત્મક પ્રવાહો પાછળ વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડાની ચાલ રહી હતી. તે પૈકી નિક્કેઇ 105 પોઇન્ટ, હેંગસેંગ 322 પોઇન્ટ, તાઇવાન 90 પોઇન્ટ, ડેક્સ 105 પોઇન્ટ તૂટ્યા હતા.

ડોલરસામે રૂપિયો 20 પૈસા ઘટ્યો: ફોરેક્સમાર્કેટમાં ડોલર સામે રૂપિયો 20 પૈસાના ઘટાડા સાથે 64.44ની સપાટીએ રહ્યો હતો. અન્ય કરન્સી સામે રૂપિયામાં નકારાત્મક ટ્રેન્ડ રહ્યો હતો.

કેપિટલ ગુડ્સ: બેડ શો

કંપની બંધ ઘટાડો

વીગાર્ડ181.853.04

સીજીપાવર 82.152.72

લાર્સન1736.00-2.29

સદભાવ304.60-2.29

સીડી શેર્સ નીચે ઊતર્યા

કંપની બંધ ઘટાડો

વિડિયોકોન27.15-4.90

ક્રોમ્પ્ટન224.95-4.15

ટાઇટન516.90-1.53

વર્લપુલ1135.20-1.25

ખેડૂતોની લોનની માફી મુદ્દે ચાલી રહેલી ચર્ચા અને સંકેતો પાછળ બેન્કોની એનપીએમાં ઓર વધારાની દહેશત પાછળ બેન્કેક્સ 273.51 પોઇન્ટ ઘટી 26546.77ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ આધારીત HDFC બેન્ક 0.14 ટકાના નોમિનલ સુધારાને બાદ કરતાં તમામ બેન્ક શેર્સમાં બાકોરાં પડ્યા હતા. ‌BOB સૌથી વધુ 3.08 ટકા ઘટી રૂ. 168.30 બંધ રહ્યો હતો. પીએનબી 2.56 ટકા, ફેડરલ બેન્ક 2.31 ટકા, ICICIબેન્ક 1.88 ટકા, ઇન્ડસ ઇન્ડ બેન્ક 1.37 ટકા, સ્ટેટ બેન્ક 1.20 ટકા અને એક્સિસ બેન્ક 1.18 ટકા તૂટ્યા હતા.

ખેડૂતોની લોન માફી અહેવાલે બેન્ક શેર્સમાં બાકોરું

ઔદ્યોગિક ઉત્પાદન આંક અનુમાન કરતાં નેગેટિવ આવવાની દહેશતે બજારમાં નિરુત્સાહ

અન્ય સમાચારો પણ છે...