તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસના બાતમીદાર ઉપર આરોપીનો હુમલો

પોલીસના બાતમીદાર ઉપર આરોપીનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદલોડીયાનાગોપી પ્લેટમાં રહેતા દિનેશ પ્રજાપતિ (34) ઉતરાયણ સમયે વિરલ નામના વ્યક્તિ વિરૂધ્ધ પોલીસને ગાંજા અંગે બાતમી આપી હતી. જેની અદાવત રાખીને વિરલ બટુકસિંહ ચુડાસણા અને તેના વીસથી પચ્ચીસ સાગરીતોએ 9 જુનના રોજ રાતના 9 વાગે દિનેશના ઘરમાં દંડા અને પાઈપ લઈ ઘુસી જઈ મુઢમાર માર્યો હતો.

આરોપીઓએ દિનેશભાઈ ઉપરાંત તેમના સાળા કનુભાઈને પણ મારમારતા બંને ઘાયલ થઈ ગયા હતા. બંનેને જુના વાડજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વાડજ પોલીસે ઘટના અંગે દિનેશ પ્રજાપતિની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...