તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં 13 જૂનથી પિન મળશે

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં 13 જૂનથી પિન મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમદાવાદ

રાજ્યનીતમામ સરકારી, અનુદાનિત, સ્વ નિર્ભર ફાર્મસી સંસ્થાઓની પ્રથમ વર્ષ ડીગ્રી-ડિપ્લોમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે 13મી જૂનથી 20મી જૂન દરમ્યાન પીન આપવામાં આવશે. કોટક મહિન્દ્રા બેન્કની 64 બ્રાન્ચ પરથી વિદ્યાર્થીઓ પીન-માહિતી પુસ્તિકા રૂ. 350 રોકડા આપીને મેળવી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 15મી જૂનથી 23મી જૂન દરમ્યાન કરાવી શકશે.

ડિપ્લોમાઈજનેરીમાં કુલ 3170 ઉમેદવારોનુ રજીસ્ટ્રેશન : ડિપ્લોમાઈજનેરીની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં શુક્રવારે સાંજે પાંચ સુુધીમાં 3170 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શુક્રવારે 3594 મળીને 24353 જેટલી પીન આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ 22મી જૂન સુધી રજીસ્ટ્રેશન જ્યારે 21મી જૂન સુધીમાં પીન નંબર-બુકલેટ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...