તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેરાળા પાસે સરકારી ગાડીએ બેને ઉડાવ્યા

કેરાળા પાસે સરકારી ગાડીએ બેને ઉડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકાના કેરાળા ગામ પાસે હાઇવે ઉપર બાઇક લઇને ઉભેલા મહિલા અને પુરુષને ભાવનગર જીલ્લા નાયબ ચુંટણી અધિકારીની ગાડીએ ટક્કર મારતા બંને 20 થી 25 ફૂટ હવામાં ફંગોળીને હાઇવે ઉપર પડતા ભાઇને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. બહેનને પણ ઇજાઓ થતા બાવળા દાખલ કરાયા છે. લોકોના ટોળાએ સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. બાવળા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાના કેરાળા ગામમાં રહેતા હર્ષદભાઇ મનસુખભાઇ પટેલ ખેતી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. હર્ષદભાઇ ઘરેથી પોતાનું બાઇક લઇને પુનમ હોવાથી બાપા સીતારામની મઢુલીએ દર્શન કરીને હાઇવે ઉપરથી નીકળતા હાઇવે ઉપર ગામના જશીબેન રસીકભાઇ ઠાકોર ભેંસો લઇને જતા હતા. જેથી તેઓ હાઇવેની સાઇડમાં બાઇક ઉભું રાખી જશીબેન સાથે વાતો કરતા હતા.

થોડીવારમાં બગોદરા તરફથી પુરઝડપે આવી રહેલી ભાવનગર જીલ્લા નાયબ ચુંટણી અધિકારીની સરકારી ગાડીના ચલાકે ગફલતભરી રીતે ચલાવીને બંનેને જોરદાર ટક્કર મારતા બંને 20 થી 25 ફૂટ હવામાં ફંગોળીને હાઇવે ઉપર પડ હતા. બાઇકને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને પાછળ આવી રહેલા વાહનચાલકો ઉભા રહી ગયા હતા. હર્ષદભાઇને માથામાં, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને જશીબેનને પણ હાથે અને છાતીના ભાગે ઇજાઓ થતા પાછળ આવી રહેલા ગાંધીનગરના એક ભાઇએ પોતાની ગાડીમાં 108ની રાહ જોયા વગર બાવળા સરકારી દવાખાને લઇ આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપીને હર્ષદભાઇની હાલત વધુ ગંભીર હોવાથી 108માં અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં તેઓની હાલત ગંભીર છે જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. જશીબેનને બાવળા સરકારી દવાખાને સારવાર આપવામાં આવી છે.અકસ્માતની જગ્યાએ ગામનું ટોળું ભેગું થઇ જતાં ગાડીના કાચની તોડફોડ કરી રોષ વ્યકત કર્યો હતો.

બાવળાના કેરાળા ગામ પાસે બાઇક લઇને રસ્તાની બાજુમાં ઉભા રહી વાતચીત કરતાં યુવક અને મહિલાને ભાવનગર જીલ્લા નાયબ ચૂ઼ટણી અધિકારીને જીપે અડફેટે લેતા બંને જણ ગંભીર રીતે ઘાયઇ થયા હતા.

ઉશ્કેરાયેલા લોકોએ સરકારી ગાડીના કાચ ફોડી નાંખ્યા

ભાવનગર નાયબ ચૂંટણી અધિકારીની સરકારી જીપમાં સ્ટાફના કર્મચારીઓ ગાંધીનગર જતા હતા ત્યારે કેરાળા પાસે બાઇકને ટક્કર મારતા બે જણા 25 ફૂટ હવામાં ફંગોળાયા : યુવકની હાલત ગંભીર

બાઇક ઉભું રાખી કેરાળાના 45 વર્ષીય યુવક ગામના મહિલા સાથે વાત કરી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...