તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યાજદર યથાવત્ રહેતાં બેન્કિંગ શેર્સ ઝળક્યા

વ્યાજદર યથાવત્ રહેતાં બેન્કિંગ શેર્સ ઝળક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હોવા છતાં બેન્કિંગ સેક્ટરમાં મજબૂત સ્થિતી સાથે વર્ષની નવી ટોચે જોવા મળ્યા હતા. બેન્કેક્સ 0.73 ટકા વધીને 26721.93 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી પણ 0.65 ટકા વધીને બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 23482.85 પોઇન્ટ ખુલ્યાથી ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ 23606.15ની સપાટી પર પહોંચ્યા બાદ અંતે 23567.65 પોઇન્ટ બંધ રહ્યો હતો. આજે મોટા ભાગની બેન્કોના શેર્સ સરેરાશ એક થી બે ટકા સુધી વધ્યા હતા. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ જુલાઇ મહિનામાં લાગુ થનારા જીએસટી અને ત્યારબાદ તેની ફુગાવા પરની અસર અને ચોમાસું કેવું રહે છે તેના આધારે ઓગસ્ટ મહિનામાં વ્યાજદરમાં ફેરફાર આ‌વી શકે છે.

સેન્સેક્સ શરૂઆતમાં ઇન્ટ્રા-ડેમાં 150 પોઇન્ટ ઉંચકાઇને 31346.99 પોઇન્ટની સપાટી પર પહોંચ્યા બાદ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવતા ઘટીને 31172.98 પોઇન્ટની સપાટી પહોંચ્યા બાદ અંતે 80.72 પોઇન્ટના સુધારા સાથે 31271.28 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ઉપરમાં 9678.55 અને નીચામાં 9630.55 પોઇન્ટની રેન્જમાં રહ્યાં બાદ અંતે 9663.90 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટની તેજીની ચાલમાં આજે ફાર્મા, મેટલ, એનર્જી તથા ઓટો સેક્ટરમાં પોઝિટીવ ટ્રેન્ડ રહ્યો હતો જ્યારે એક માત્ર આઇટી તથા ટેક્નોલોજી શેર્સમાં મોટા પાયે વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ બેઝ્ડ 30 સ્ક્રિપ્સ પૈકી 21 સ્ક્રિપ્સ વધવા સાથે 9 સ્ક્રિપ્સ ઘટીને બંધ રહી હતી. જ્યારે કુલ ટ્રેડેડ 2803 સ્ક્રિપ્સ પૈકી 1466 સ્ક્રિપ્સ વધવા સામે 1188 સ્ક્રિપ્સ ઘટીને બંધ રહી હતી. 12 સેક્ટોરલ ઇન્ડેક્સ પૈકી 10 વધ્યા હતા. ઓટો ઇન્ડેક્સ 0.70 ટકા, હેલ્થકેર 1.08 ટકા, મેટલ 0.97 ટકા તથા એફએમસીજી સેક્ટર 0.69 ટકા સુધી વધ્યા હતા. જ્યારે આઇટીમાં 1.97 ટકા તથા ટેક્નોલોજી શેર્સ 1.52 ટકા તૂટ્યા હતા.

બાયોકોનના શેરધારકોએ બોનસ શેર્સની મંજૂરી આપી દીધી છે જેના પગલે આજે શેર્સ 0.77 ટકા વધીને 998.50 બંધ રહ્યો હતો. દેશની ટોચની રેટિંગ એજન્સી ફિચ અને મૂડ્ડીઝે રિલાયન્સ કોમ્યુનિકેશનના ગ્રોથને ડાઉનગ્રોથ કરતા આજે શેર્સ સરેરાશ 4 ટકા સુધી ઘટીને અંતે 19.35 બંધ રહ્યો હતો.

વિદેશી નાણાંકિય સંસ્થાઓની આજે 73.79 કરોડની નેટ લેવાલી સામે સ્થાનિક સંસ્થાઓની 166.22 કરોડની નેટ ખરીદી હતી. હવામાન ખાતાએ ચોમાસાની આગાહીમાં સુધારો કરીને 98 ટકા સુધી વરસાદ થશે તેવા અહેવાલે પણ બજારને મજબૂત સપોર્ટ મળી ગયો છે.

વૈશ્વિક બજારોમા મિશ્ર ટ્રેન્ડ : જીઓપોલિટીકલ ઇશ્યુના કારણે એશિયાઇ યુરોપના માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો છે. એશિયાઇ માર્કેટમાં નિક્કેઇ માત્ર 5 પોઇન્ટના નજીવા સુધારા સાથે 19984.62 પોઇન્ટ રહ્યો હતો જ્યારે હેંગસેંગ 22 પોઇન્ટ તૂટ્યો હતો. યુરોપના માર્કેટમાં FTSE 11.88 પોઇન્ટ ઘટીને 7513.07 રહ્યો હતો.

ફોરેક્સમાર્કેટમાં રૂપિયો સુધર્યો : ડોલરસામે રૂપિયો આજે 8 પૈસાના નજીવા સુધારા સાથે 64.33 બંધ રહ્યો હતો. જ્યારે અન્ય કરન્સી પણ ડોલર સામે નજીવી મજબૂત રહી હતી.

એફઆઇઆઇ તેમજ સ્થાનિક સંસ્થાઓની ખરીદી

બેન્કેક્સ ઓલટાઇમ 26722 પોઇન્ટની સપાટી પર : ઓટો, ફાર્મા, મેટલ-એનર્જીમાં મજબૂત સ્થિતિ

બેન્કિંગ સેક્ટરમાં બૂમ

કંપની બંધ સુધારો

ફેડરલબેન્ક 115.002.04

ICICIબેન્ક 324.751.91

પીએનબી152.051.77

બીઓબી176.941.40

SBIN290.751.22

હેલ્થકેરશેર્સમાં ઉછાળો

કંપની બંધ સુધારો

કેડીલાહેલ્થ 537.259.55

કેપલિનપો. 560.955.85

વિવમેડલેબ્સ 111.055.71

બ્લિસGVS 169.005.16

RPGલાઇફ 419.054.40

અન્ય સમાચારો પણ છે...