તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મીરોલી અને બિલાસિયા ગામમાં પીવાના પાણીની ટાંકીનંુ લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરોલી અને બિલાસિયા ગામમાં પીવાના પાણીની ટાંકીનંુ લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંવિધાનસભાની ચુટણી આવી રહી છે ત્યારે વિપક્ષો અને અનામત આંદોલનકારીઓની અડચણ વચ્ચે પ્રજાના માનસમા વિકાસના મુદે ચુટણી જીતવાની મહેચ્છા રાખનાર ભાજ્પના ધારાસભ્યોએ વિકાસના અધુરા કામો ફટાફટ શરૂ કરવા માડ્યા છે તો જે કામો પુર્ણ થયા છે તેનુ લોકાર્પણ કરવા માડયુ છે. વિકાસના કાર્યોના લોકાર્પણના ભાગરૂપે અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાના મીરોલી અને બિલાસિયા ગામમા પીવાની પાણીની ટાકીનુ લોકાર્પણ કરવામા આવ્યુ. જેમા મીરોલી ગામે ૫૬ લાખની ટાકી અને બિલાસિયા ગામે ૪૦ લાખની પીવાના પાણીની ટાકીનુ લોકાર્પણ કરવામા આવ્યુ.

દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામે વાસ્મો ઘ્વારા બનાવેલ પાણી ની ટાકી પંમ્પીંગ બોર તથા પાણી ની પાઇપ લાઇનનું લોકાપર્ણ દસક્રોઇ ધારાસભ્ય બાબુભાઇ જે પટેલના હસ્તે તારીખ ૧૮ માર્ચના રોજ કરવામા આવ્યુ પ્રસંગે દસ્ક્રોઈ ના પ્રમુખ નિકુંજભાઈ જે પટેલ અને ગામ ના સરપંચ મહેન્દ્ર ભાઈ ડી પટેલ અને રાજકીય આગેવાનો અને ગામના લોકો હાજર રહ્યા હતા. તેમજ બિલાસિયા ગામે પણ દસક્રોઇ ધારાસભ્ય બાબુભાઇ જે પટેલ ના હસ્તે ૧૮ માર્ચના રોજ ૪૦ લાખની પીવાના પાણીની ટાકીનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ જેમા ગામના સરપંચ વિલાસબેન અરવીંદભાઇ ચૌહાણ પંચાયતી સભ્યો ગ્રામજનો જીલ્લા તાલુકા આગેવાનો કાર્યકરો ઉપસ્થીત રહેલ.શાળાની બાળાઓએ સાંસ્કૃતીક કાર્યક્ર્મો રજૂ કર્યા હતા.

દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામે વાસ્મો ઘ્વારા બનાવેલ પાણી ની ટાકી પંમ્પીંગ બોર તથા પાણી ની પાઇપ લાઇનનું લોકાપર્ણ કરાયું. તસવીર-સમીરપટેલ

મીરોલી ગામે 56 લાખની, બિલાસિયા ગામે 40 લાખની ટાંકી બનાવાઇ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો