તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માય એફએમ તેના 10 વર્ષની ઉજવણી કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય એફએમ તેના 10 વર્ષની ઉજવણી કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} તસવીર (ડાબેથી) RJ વિશાલ, RJ આરતી, RJ પાયલ, RJ નિમિષા, RJ અર્ચના

સિટી રિપોર્ટર @ahm_cbઅમદાવાદમાંઆવતા જતા કોઈને પણ પૂછો કે, બાકી શું ચાલે છે? સામેથી એક જવાબ આવશે, જલસા ચાલે છે, હો. ‘જલસા’, એક શબ્દમાત્ર નથી, સ્વભાવ રહ્યો છે અમદાવાદીઓનો. વર્ષ ૨૦૦૭મા જ્યારે ૯૪.૩ માય એફએમએ અમદાવામાં પ્રથમ ડગ માંડ્યું ત્યારે અમદાવાદીઓએ અમને જોરદાર આવકાર આપ્યો, તમે અમને પોતાના સમજીને સતત ૧૦ વર્ષથી દિલથી સાંભળ્યા અને ઘડીથી લઈને આજ દિન સુધી આપણે સાથે મળીને ખુબ હસ્યા અને ક્યારેક રડી પણ પડ્યા. આવું કરતાં કરતાં અમે ક્યારે તમારા પોતાના બની ગયા, ખબર પણ ના પડી. વર્ષે આપણી યાત્રા ૧૦ વર્ષ પુરા કરી રહી છે. ત્યારે ઉજવણીના જલસા માત્ર માય એફએમ નહિ, તમે એટલે કે આખું અમદાવાદ અમારી સાથે કરશે. તારીખ ૬-૭-૮-૯ એપ્રિલ દરમ્યાન માય એફએમ ૧૦ માં વર્ષમાં પ્રવેશ્યાનું ગ્રાન્ડ સેલીબ્રેશન કરશે ‘જલસવાદ’ નામના કાર્યક્રમમાં.

ચાર દિવસ ચાલનારા ‘જલસવાદ’ની એપ્રિલે કૉમેડી નાઈટનું આયોજન કરાયું છે. 7મીએ એક સુપરહીટ નાટકનો પ્રયોગ, 8મીએ ડાયરો તથા 9મીએ કવિ સંમેલનનું આયોજન કરાયું છે. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે માય એફએમના તમામ આરજે અર્ચના, નિમિષા, પાયલ, વિશાલ અને આરતી ‘જલસાવાદ’ના ઉપક્રમે સમગ્ર અમદાવાદને એક અનોખા વિડીયો થકી ધન્યવાદ પાઠવશે. વીડિયો તમે દરેક આરજેના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો. આવો સાથે મળીને અમદાવાદને દિલથી જલસાવાદ બનાવીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો