તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પતિ પત્નીના ઝઘડામાં બાળકોનું બાળપણ વ્યથામાં પસાર થાય છે : કોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ-પત્નીના ઝઘડામાં બાળકોનું બાળપણ વ્યથામાં પસાર થાય છે : કોર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેટ્રોકોર્ટે ઘરેલુ હિંસાચારના કેસમાં પત્ની અને બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂ. 80 હજાર ચૂકવવા પતિને હુકમ કર્યો હતો. જે હુકમને સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. સેશન્સ જજ એ.એ.નાણાંવટીએ હુકમ ગ્રાહ્ય રાખતા એવું નોંધ્યુ હતું કે, માતા-પિતા ઝઘડા કરતા હોય ત્યારે તેનો વધુમાં વધુ ભોગ સંતાનો બનતા હોય છે. મા-બાપના ઝઘડાના કારણે તેમનું બાળપણ વ્યથામાં પસાર થતું હોય છે. જેમના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. જોતાં સગીર બાળકી માટે ભવિષ્યની જરૂર છે. આથી નીચલી કોર્ટનો હુકમ સમાજલક્ષી અને કલ્યાણકારી હોઇ કાયમ રાખવામાં આવે છે.

શાહીબાગમાં રહેતી ઝરીના કઝોરિયાએ તેના પતિ સિકંદર કઝોરિયા સામે 2013માં ઘરેલો હિંસાચારનો કેસ મેટ્રોપોલિટન કોર્ટમાં કર્યો હતો. જે કેસમાં કોર્ટે ઝરીનાની અપીલ ગ્રાહ્ય રાખી તેના પતિ સિકંદરને રૂ. 1500 મકાન પેટે અને પત્નીને ભરણ પોષણના રૂ. 2 હજાર તેમજ છોકરીના રૂ. 3 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

કોર્ટે વધુમાં પત્નીને માનસિક ત્રાસ અને ભાવનાત્મક ત્રાસ પેટે રૂ. 25 હજાર તેમજ રૂ. 50 હજાર છોકરીના નામે ફિક્સ કરવા હુકમ કરેલો. મેટ્રો કોર્ટેના હુકમને સિકંદરે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. અંતે સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના હુકમને ગ્રાહ્ય રાખ્યો હતો.

મેટ્રોકોર્ટે ઘરેલુ હિંસાચારના કેસમાં પતિને રૂ. 80 હજાર ચૂકવવા કરેલા હુકમને સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો