તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ISના બે આતંકી ભાઈઓના સંપર્ક છેક સીરિયા સુધી હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISના બે આતંકી ભાઈઓના સંપર્ક છેક સીરિયા સુધી હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઅને ભાવનગરમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદી તેવા સગાં ભાઇ વસીમ આરીફભાઇ રામોડિયા અને નઈમ આરીફભાઇ રામોડિયાના સંપર્કો સીરિયા સુધી ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. જેથી કેસની તપાસ હવે ગુજરાત કે અન્ય રાજ્યો પૂરતી મર્યાદિત નહીં રહીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી છે. જેથી કેસની તપાસ એનઆઈએ ને સોંપાય તેવી માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી છે. જે માટે એટીએસએ ગુજરાત સરકારના ગૃહ વિભાગને પત્ર લખીને તપાસ એનઆઈને સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. ટૂંક સમયમાં કેસની તપાસ એનઆઈએને સોંપાશે તેવું ગૃહ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વૂલ્ફ એટેક કરવાની યોજના બનાવી રહેલા આઈએસઆઈએસના બે આતંકવાદી વસીમ અને નઈમની એટીએસએ 28 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બંને ભાઇઓ પાસેથી બોંબ બનાવવાની સામગ્રી, બોંબ બનાવવાનું સાહિત્ય, મોબાઈલ ફોન સહિતની સામગ્રી મળી આવી હતી. એટીએસએ બંને ભાઇઓના મોબાઈલ ફોનની તપાસ કરતા બંનેભાઇઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના આઈએસઆઈએસના કેટલાક હેન્ડલરના સંપર્કમાં હતા.

બંને ભાઇઓએ લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી એટીએસને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઈએસઆઈએસના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ NIAને સોંપવાની પણ ATSની રજૂઆત

એટીએસની તપાસમાં વસીમ-નઈમનો ભાંડો ફૂટ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો