તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે યુવાન એક છોકરીને પ્રેમ કરતા હતા, એકે બીજાનું ગળું કાપી નાખ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે યુવાન એક છોકરીને પ્રેમ કરતા હતા, એકે બીજાનું ગળું કાપી નાખ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જગદીશ પરમારની લાશ 20 ઓગસ્ટ 2016એ મળી હતી. જગદીશની ગળા પર છરાના 7 ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. બે મહિના પછીયે સાબરમતી પોલીસ હત્યારાને પકડી શકી હતી.

જેથી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. તપાસ અધિકારી પીઆઈ એસ.આર.ટંડેલને મરનાર જગદીશ સાબરમતીની એક છોકરીને પ્રેમ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જગદીશ જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરીને ભરત ઠાકોર પણ પ્રેમ કરતો હતો. જગદીશની હત્યા પછી ભરત ક્યાંક જતો રહ્યો હતો.

જેથી પોલીસે તેના નિવાસસ્થાન મોટેરા તપોવનના છાપરા ખાતે તપાસ કરતા તે ત્યાં મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભરતને તેના વતન સાબરકાંઠાના પડુસણ ગામથી પકડી લાવી હતી.

પૂછપરછમાં તેણે જગદીશની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. કેસમાં આરોપી જગદીશ સામે હત્યા ઉપરાંત એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાથી આગળની તપાસ એસીપીને સોંપવા તજવીજ શરૂ કરાઈ છે. આમ પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને સાબરકાંઠાથી પકડી લાવી

સાબરમતીમાં 6 મહિના પહેલા થયેલી હત્યાનો આરોપી પકડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો