તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘કેન્ટોનમેન્ટ પાસેનો રસ્તો ખૂલે તો ચૂંટણીમાં મત નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કેન્ટોનમેન્ટ પાસેનો રસ્તો ખૂલે તો ચૂંટણીમાં મત નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પત્રમાં સ્થાનિકોએ કહ્યું છે કે, અમને વૈકલ્પિક રસ્તો આપો. અમારા પરિવારની મહિલાઓ સુરક્ષિત રહે નહીં તો વિધાનસભાની ચૂંટણીમાં અમે મત નહીં આપીએ અને નોટાનો ઉપયોગ કરીશું. આટલું નહીં અમે સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી મુદ્દો રાજ્યકક્ષાએ ચલાવીશુ અને મત નહીં આપવાની ઝુંબેશમાં રાજ્યભરના નાગરિકોને સાથે લઈશું.

દસ વર્ષ પહેલા હાંસોલ ટી.પી.67 નક્કી કરવામાં આવી હતી. અહીં આર્મી કેન્ટોનમેન્ટ હોવાના કારણે ટી.પી નક્કી કરી હોવા છતાં રોડ ખુલ્લો કરવામાં આવતો નથી. આર્મીને રોડ ખુલ્લો કરવામાં જેટલો વાંધો નથી તેટલો વાંધો અહીં જમીન ધરાવતા કેટલાક વગદાર અને ભાજપના નજીકના બિલ્ડરોને હોવાના કારણે તે ખુલ્લો કરવામાં આવતો નથી. તત્કાલિક કમિશનર ડી.થારાના કાર્યકાળમાં રોડ ખોલવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી છતાં આર્મીની શરતોમાં નાણાં ખર્ચવાના બહાને ભાજપના શાસકોએ દરખાસ્ત અભેરાઈએ ચઢાવી દીધી. સ્થિતિ એવી છે કે, અહીં 1500 જેટલા પરિવારની મહિલાઓ સાંજના વાગ્યા પછી તેમના ઘરેથી બહાર નીકળી શકતી નથી કેમ કે જે રસ્તો તેઓ અવરજવર માટે ઉપયોગ કરી રહ્યાં છે તે તદ્દન અવાવર હોવાના કારણે તેમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વડાપ્રધાનથી માંડી મુખ્યમંત્રી સુધી અહીંના રહીશોએ પત્રો લખ્યા છે અને હવે વધુ એક વખત ચૂંટણી કમિશનરને મામલે પત્ર લખી વોટ નહીં આપવાની આપવીતી વ્યક્ત કરી છે. છેલ્લા 10 વર્ષથી કોર્પોરેશન અને આર્મી વચ્ચે મુદ્દે ગજગ્રાહ ચાલે છે.

સોશિયલ મીડિયામાં મુદ્દો ઉઠાવવા ચેતવણી

હાંસોલના નાગરિકોનો ચૂંટણી કમિશનરને પત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો