તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દિવસભર ગરમ અને સૂકા પવનથી લોકો ત્રસ્ત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવસભર ગરમ અને સૂકા પવનથી લોકો ત્રસ્ત થયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ-પૂર્વીયરાજસ્થાન વિસ્તારમાં અપર એર સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ, દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઉત્તર-પશ્ચિમી ગરમ સૂકા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવા છતાં ગરમીને કારણે લોકોએ દિવસ દરમિયાન ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું.

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુેલેશનની અસરને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી જેટલું ગગડીને 21.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી શહેરમાં ગરમીમાં ઘટાડો થવો જોઇએ પણ દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોને કારણે લોકો ગરમીથી પરેશાન થઇ ઊઠ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવા છતાં ગરમીથી બચવા લોકોએ ગરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેને કારણે બપોરે શહેરનાં રસ્તાઓ સૂના જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો