તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાત હજાર લોકોએ બે કરોડ સુધીના ફ્લેટ, પ્લોટ, ફાર્મહાઉસ ખરીદવા ઈન્કવાયરી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાત હજાર લોકોએ બે કરોડ સુધીના ફ્લેટ, પ્લોટ, ફાર્મહાઉસ ખરીદવા ઈન્કવાયરી કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘દિવ્યભાસ્કર’ના ઉપક્રમે વાયએમસીએ ક્લબ ખાતેે યોજાયેલા રિયલ એસ્ટેટ એક્સ્પોમાં નાગરિકોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. બે દિવસમાં સાત હજારથી વધુ લોકોએ અહીં ફ્લેટથી લઈને પ્લોટ અને ફાર્મહાઉસ સુધીની ઈન્કવાયરીઓ કરી હતી. નોટબંધીની અસર પછી યોજાયેલા એક્સ્પોમાં જોવા મળેલા અદભુત પ્રતિસાદને જોતાં રિયલ અેસ્ટેટમાં તેજીનો નવો સંચાર શરૂ થયો હોવાનું સ્પષ્ટ થયું હતું.

વાયએમસીએ ક્લબ ખાતે શનિવારે રિયલ એસ્ટેટ એક્સ્પોનું અમદાવાદના જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે ઉદઘાટન કર્યું હતું. એકસ્પોમાં પાંચ લાખથી લઈને બે કરોડ સુધીના ફ્લેટ, પ્લોટ, ફાર્મહાઉસ, ડુપ્લેક્સ અને કોમર્શિયલ પ્રોપર્ટીઓની ઈન્કવાયરીઓ નાગરિકો તરફથી મળી હતી. એક એક્સ્પોમાં વિવિધ પ્રોપર્ટીઓ હોવાના કારણે નાગરિકોને પણ પસંદગીમાં સરળતા ઉપલબ્ધ થઈ હતી. અમદાવાદ અને અમદાવાદના જિલ્લા વિસ્તારો સુધીની પ્રોપર્ટીઓ અહીં હતી.

‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે વાયએમસીએ ક્લબમાં યોજાયેલ રિયલ એસ્ટેટ એસ્ક્પોને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઈન્વેસ્ટર્સ માટે અત્યારે શ્રેષ્ઠ સમય

^નોટબંધીપછી હવે રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ તેજીમાં છે. પહેલા લોકોને એમ હતું કે ભાવો ઘટશે પણ શક્ય નથી. ભાવો વધી ગયા છે અને હજુ વધશે. હાલના તબક્કે રાહ જોવાની જરૂર નથી. ઈન્વેસ્ટર્સ માટે રોકાણનો શ્રેષ્ઠ સમય છે. અમારું ગોટીઝ ઈન્ફ્રાટેક ગ્રૂપ રિયલ અેસ્ટેટ, રિસોર્ટ-મેમ્બરશિપનું કામ કરે છે. 36 ડેસ્ટિનેશનમાં અમે રિસોર્ટ લાવીએ છીએ અને આમાંથી 10 દિવાળી સુધીમાં ચાલુ થઈ જશે.ગ્રપૂનું હેલ્થ યુનિટ પણ છે. > રમેશપટેલ, ચેરમેન,ગોટીઝ ગ્રૂપ

‘દિવ્ય ભાસ્કર’ આયોજિત રિયલ એસ્ટેટ એક્સ્પોની પૂર્ણાહુતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો