તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાઉદીમાં ફસાયેલી અમદાવાદની મહિલા પરત, નોકરીના નામે વેઠ કરાવાતી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉદીમાં ફસાયેલી અમદાવાદની મહિલા પરત, નોકરીના નામે વેઠ કરાવાતી હતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોકરીનીલાલચમાં સાઉદી અરેબિયા ગયેલી મહિલાને ભારત લાવવામાં મહિલા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રવિવારે સવારે રિયાધથી મુંબઇ પહોંચેલી મહિલાને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંજે અમદાવાદ લઇને પહોંચી ગઇ હતી. મહિલાને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. માનવ તસ્કરીના ગુનામાં પકડાયેલા મુંબઇના ડોંગરીમાં રહેતા એજન્ટના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે.

શાહપુરમાં રહેતી અને નોકરીની લાલચે સાઉદી અરેબિયા ગયેલી હાફિઝા રજ્જબહુસેન(45)ને ભારત પરત લાવવામાં મહિલા પોલીસને સફળતા મળી હતી. હાફિઝા રવિવારે સવારે 4.45 વાગે રિયાધથી મુંબઇ એર અરેબિયા ડોટ કોમની ફ્લાઇટથી પહોંચી ગઇ હતી. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિવારે સાંજે 7 વાગે હાફિઝાને લઇને અમદાવાદ આવી પહોંચી હતી.

હાફિઝાએ આપવીતી જણાવતાં કહ્યું હતું કે, ‘મને ત્યાં બ્યુટીપાર્લરનું કામ કરવા લઇ ગયા પણ ઘરકામ કરાવતા હતા. મેં હું ઘરકામ નહીં કરું એમ કહેતા તેઓએ મને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જમવાનું આપતા નહોતા. લોકોએ મને દેહવ્યાપાર માટે દબાણ કર્યું હતું પણ હું 15 થી 20 દિવસ તો રૂમમાં પૂરાઇને રહી હતી. એક વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો, લોકોએ મને પકડી લઇ મારા પગમાં ઇન્જેક્શન આપી દીધા હતા જેના કારણે મારા પગ બેજાન થઇ ગયા હતા.’

મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમનું સફળ ઓપરેશન, એજન્ટને 3 દિવસના રિમાન્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો