તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસમાં ભડકો : જમાલપુરમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ

કોંગ્રેસમાં ભડકો : જમાલપુરમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણીની તારીખો હજી જાહેર થઈ નથી ત્યાં ટિકિટની વહેચણીનો મુદ્દો કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો હોય તેમ જણાય છે. હજી થોડાક દિવસ પહેલા મ્યુનિ.માં વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દિન શેખે કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને વર્તમાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાનો આક્ષેપ મુકી તેમને ટિકિટ આપવાની માગણી કરી ચૂક્યા છે. હજી વિવાદ શમ્યો નથી ત્યા જમાલપુરમાં પણ કોંગ્રેસમાં રીતસરનું ગૃહયુદ્ધ છેડાઈ ગયું છે.

જમાલપુરમાં મુખ્ય વિવાદ આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર વચ્ચે પસંદગીનો છે. જમાલપુર બેઠક પર બહારના કોઈ ઉમેદવારને ટિકિટ અપાય તેવી વાતો વચ્ચે સ્થાનિક અને આયાતી ઉમેદવારોનો ટિકીટ મેળવવા જમાવડો ભેગો થયો છે.

આવામાં સ્થાનિક કાઉન્સેલર સહિતનાએ સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવા કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ માંગણી કરી છે. તેમની માંગણી સામે સહમતિ સધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્કૂલબોર્ડ સભ્ય ઈલિયાસ કુરેશીએ કહ્યું કે, આયાતી ઉમેદવારને લડાવવાથી હાર થઈ શકે છે. જેથી મોટા ભાગના દાવેદારો પરથી સ્થાનિક ઉમેદવારો પર સહમતિ સધાય તે જરૂરી છે. પૂર્વ ધારાસભ્ય શાબીર કાબલીવાલા, સ્કૂલબોર્ડ સભ્ય ઈલિયાસ કુરેશી, પરવેઝ મોમીન, રફિક કાદરી, લિયાકત ઘોરી સ્થાનિક સભ્યો છે. જયારે અન્ય દાવેદારો બીજી વિધાનસભાના છે.

અન્ય સમાચારો પણ છે...