તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગૂગલ ક્યારેય શિક્ષકનું સ્થાન નહીં લઈ શકે : ડૉ. સંજય વકીલ

ગૂગલ ક્યારેય શિક્ષકનું સ્થાન નહીં લઈ શકે : ડૉ. સંજય વકીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}એચ.એ.કોલેજના શિક્ષક દિન નિમિત્તે કોલેજના સ્ટુડન્ટ્સે ટિચર્સની ભૂમિકા ભજવી હતી.

િસટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતલૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં શિક્ષક દિવસનું સેલિબ્રેશન કરાયું. કોલેજમાં વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં જઈને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડૉ.અબ્દુલ કલામની શિક્ષક તરીકેની જર્નીનો પણ પરિચય કરાવ્યો હતો.

પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સંજય વકીલે કહ્યું કે, ‘શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પવિત્ર છે અને રહેશે. તેની માટે શિક્ષકે આદર્શ મોડેલની જેમ અવિરત કામ કરતા રહેવાનું છે. એટલું નહીં આજના મોડર્ન વિદ્યાર્થીએ પણ પશ્વિમી સંસ્કૃતિથી અંજાયા વિના શીખવાની ધગશ સાથે આગળ વધવાનું છે. આજે ઈન્ટરનેટ યુગમાં ભલે બધી માહિતી આપણને ગૂગલ તરફથી મળતી હોય પણ ગૂગલ ક્યારેય એક આદર્શ શિક્ષકનું સ્થાન નહીં લઈ શકે તે આપણે સમજવું જોઈએ.’

Talk on Education

અન્ય સમાચારો પણ છે...